સ્પોર્ટસ

આઈસીસી રેંકિંગઃ મહોમ્મદ સિરાજ નંબર વન બોલર

નવી દિલ્હીઃ એશિયા કપ 2023ની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની શાનદાર જીતમાં આક્રમક બોલર મહોમ્મદ સિરાજનું સૌથી મોટું યોગદાન રહ્યું હતું. શાનદાર પ્રદર્શનને કારણે મહોમ્મદ સિરાજની ઈન્ટરનેશનલ કારકિર્દીમાં ટોચનું સ્થાન મળ્યું છે, જેમાં આઈસીસી વનડે બોલર્સના રેકિંગમાં આઠમાથી પહેલો નંબર મળ્યો છે.

એશિયા કપની શ્રીલંકા સામેની ભારતે 10 વિકેટ વિજય પ્રાપ્ત કર્યો હતો, જેમાં સાત ઓવરમાં 21 રન આપીને છ વિકેટ સિરાજે ઝડપી હતી. એશિયા કપ શરુ થયા પૂર્વે વનડે રેટિંગમાં 643 રેટિંગ સાથે નવમા ક્રમે સિરાજ હતો, પરંતુ હવે આઠમા સ્થાનેથી પહેલા ક્રમે આવી ગયો છે, તેનાથી રેટિંગ 694 થયું છે. મહોમ્મદ સિરાજે એશિયા કપમાં 12.2 સરેરાશથી દસ વિકેટ ઝડપી હતી અને એના પહેલા મહોમ્મદ સિરાજે માર્ચ, 2023માં નંબર વન પોઝિશન પર પહોંચ્યો હતો, ત્યાર પછી સિરાજે જોશ હેજલવુડે હટાવ્યો હતો.

વનડે વર્લ્ડકપ પૂર્વે મહોમ્મદ સિરાજનું આ પ્રદર્શન ટીમ ઈન્ડિયા માટે રાહતની વાત છે. જસપ્રિત બુમરાહ અને સિરાજની મજબૂત જોડીને કારણે આગામી વર્લ્ડકપમાં કોઈ પણ ટીમ માટે પડકારજનક રહી શકે છે.

સિરાજે એશિયા કપની ફાઈનલ મેચમાં પોતાની વનડે કારકિર્દીની પચાસ વિકેટ પૂરી કરી હતી. આઈસીસીના લેટેસ્ટ વનડે બેટસમેનની યાદીમાં પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ પહેલા ક્રમે રહ્યો છે, જ્યારે શુભમન ગિલ બીજા ક્રમે રહ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button