આઇસીસીએ ડ્રામેબાજ પાકિસ્તાનને પણ અમુક લહાણી કરવી પડી, જાહેરાત વર્લ્ડ કપ પછી…

પાકિસ્તાને નાક દબાવ્યું એટલે આઇસીસીએ એને પણ અમુક લહાણી કરવી પડી, જાહેરાત વર્લ્ડ કપ પછી
કરાચીઃ મંગળવારે કેટલાક સૂત્રો પાસેથી પીટીઆઇને જાણવા મળ્યું હતું કે ભારત સામેની 15મી ફેબ્રુઆરીની વર્લ્ડ કપ મૅચનો બહિષ્કાર પાછો ખેંચવા બદલ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ને અમુક છૂટછાટોની ખાતરી આપી છે. જોકે આ છૂટછાટો (concessions)ની જાહેરાત વર્તમાન ટી-20 વર્લ્ડ કપ પૂરો થયા પછી કરવામાં આવશે એવી ધારણા છે.
ડ્રામેબાજ પાકિસ્તાને (Pakistan) ઘણા દિવસો સુધી આખા વિવાદમાં એક પછી એક વળાંકો આપીને મોટો ડ્રામા કર્યા બાદ સોમવાર મોડી રાતે ભારત સામેની મૅચનો બહિષ્કાર (Boycott) પાછો ખેંચ્યો હતો. આઇસીસીએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને અમુક છૂટછાટો આપી જ છે. ભારતમાં પોતાની જે મૅચો રમાવાની હતી એ શ્રીલંકા સહિત અન્ય કોઈ દેશમાં રાખવાની બાંગ્લાદેશે જે માગણી કરી હતી એને આઇસીસીએ ઠુકરાવી અને બાંગ્લાદેશને ટૂર્નામેન્ટની બહાર કરી દીધું હતું.
આ પણ વાંચો…ભારત સામેના મેચ અંગે પાકિસ્તાનનો યુ-ટર્ન! BCCI એ આપ્યું પહેલું નિવેદન; જાણો શું કહ્યું
જોકે બાંગ્લાદેશના આ અભિગમ બદલ એને કોઈ જ પેનલ્ટી નહીં કરવામાં આવે એવી ખાતરી આઇસીસીએ આપી છે તેમ જ 2028-2031ના ચક્ર દરમ્યાન બાંગ્લાદેશને એક આઇસીસી ઇવેન્ટ (મોટા ભાગે અન્ડર-19 વર્લ્ડ કપ)નું યજમાનપદ પણ અપાશે એવું પણ વચન આઇસીસી દ્વારા અપાયું છે.
પાકિસ્તાનના વધુ એક સૂત્રએ જણાવ્યું હતું કે આ બહિષ્કારનો અંત લાવવામાં શ્રીલંકાના પ્રમુખ અનુરા કુમારા દિસ્સીનાયકેની મોટી ભૂમિકા છે. હવે આ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની ટીમ જો નૉકઆઉટ તબક્કામાં (સેમિ ફાઇનલ અથવા ફાઇનલમાં) સામસામે આવશે તો એ નિર્વિઘ્ને રમાશે, કારણકે પાકિસ્તાને હવે આ ટૂર્નામેન્ટમાં ભારત સામેનો બહિષ્કાર સંપૂર્ણપણે પાછો ખેંચ્યો છે.



