સ્પોર્ટસ

‘કાંગારુઓ’ને પરાસ્ત કરવા ભારતના 2 ખેલાડીનું ફોર્મ મહત્ત્વનુંઃ ચેપલે કોના નામ આપ્યા?

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન ઈયાન ચેપલે કહ્યું હતું જો ભારતે ઓસ્ટ્રેલિયામાં સીરિઝ જીતવાની ઐતિહાસિક હેટ્રિક હાંસલ કરવી હશે તો ઝડપી બોલર જસપ્રીત બુમરાહ અને વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતની ફિટનેસ અને ફોર્મ ખૂબ મહત્વનું રહેશે.

આ પણ વાંચો : IND Vs BAN: અશ્વિને અકરમનો તોડ્યો વિક્રમ, પિતા સાથે અશ્વિને કર્યું કંઈક આવું…

ચેપલને લાગે છે કે આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ચક્રમાં પાંચ ટેસ્ટ મેચો ઓસ્ટ્રેલિયા સામેની દ્વિપક્ષીય શ્રેણી પહેલા ભારતીય ટીમ માટે આદર્શ તૈયારી છે જેમાં ન્યૂ ઝીલેન્ડ સામેની ત્રણ ટેસ્ટનો પણ સમાવેશ થાય છે.

ચેપલે પોતાની કોલમમાં લખ્યું હતું કે “ભારતની પ્રાથમિકતા એ રહેશે કે તેના મોટા ભાગના ખેલાડીઓ ફોર્મમાં રહે અને તેમને કોઈ મોટી ઈજા ન થાય. જો કે, જસપ્રીત બુમરાહ અને ઋષભ પંત માટે સૌથી મહત્વની બાબત એ છે કે તેઓ ફોર્મમાં રહે અને ઇજાઓથી મુક્ત રહે.

તેમણે કહ્યું હતું કે, ભયાનક કાર અકસ્માત બાદ પંતે જે રીતે ટેસ્ટમાં વાપસી કરી છે તે શાનદાર છે. તે ભારતીય બેટિંગ લાઇન-અપમાં મહત્વનો વિકેટકીપર-બેટ્સમેન છે અને જો તે ઓસ્ટ્રેલિયન પ્રવાસમાં ફોર્મમાં રહેશે તો ટીમનું મનોબળ વધશે.

2020-21માં ઓસ્ટ્રેલિયામાં ભારતની છેલ્લી સીરિઝ જીતનો હીરો પંત હતો. ચેપલે કહ્યું, “જો પંત પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે છે તો તે ભારત માટે સારું રહેશે કારણ કે તે ઓસ્ટ્રેલિયાની પરિસ્થિતિઓ માટે આદર્શ વિકેટકીપર છે. ઓસ્ટ્રેલિયામાં ભારત માટે મહત્ત્વનું પાસું બુમરાહની ફિટનેસ અને ફોર્મ હશે.

ચેપલે કહ્યું હતું કે છેલ્લા ઓસ્ટ્રેલિયન પ્રવાસમાં બે સૌથી સફળ ફાસ્ટ બોલર બુમરાહ અને મોહમ્મદ સિરાજ બંનેનું સારું ફોર્મ અને ફિટનેસ મહત્વપૂર્ણ છે. બુમરાહ ફાસ્ટ બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરે છે. તેઓ સીરીઝની શરૂઆત પહેલા મોહમ્મદ શમીના ફિટ થવાની પણ આશા રાખી રહ્યા છે. “તે આદર્શ હશે જો મોહમ્મદ શમી ઓસ્ટ્રેલિયા માટે ફિટ થશે અને તેની હાજરી ભારતના બોલિંગ આક્રમણમાં પણ વૈવિધ્ય ઉમેરશે.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…