IPL 2024સ્પોર્ટસ

મેચ હારીને પણ હૈદરાબાદના બેટર અભિશેક શર્માએ બનાવ્યો નવો રેકોર્ડ

મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 (IPL)ની 12મી મેચમાં ગુજરાત ટાઈટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને સાત વિકેટે હરાવી વિજય મેળવ્યો હતો. મેચમાં પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લઈને એસઆરએચએ 162 રન ઊભા કર્યા હતા, પણ ગુજરાતના ધુરંધરોએ આ ટાર્ગેટને સરળતાથી ચેઝ કર્યો હતો. આ મેચ હૈદરાબાદ ભલે હારી ગયું હતું, પણ એસઆરએચના ત્રીજા નંબરે બેટિંગ કરનાર બેટર અભિશેક શર્માએ નવો રેકોર્ડ બનાવ્યો હતો.

એસઆરએચ તરફથી ત્રીજા નંબરે બેટિંગ કરવા ઉતારનાર અભિષેક શર્માએ 20 બૉલમાં 29 રન ફટકાર્યા હતા, જેમાં બે ફોર અને બે સિક્સ તેને લગાવી હતી, પણ મોહિત શર્માની ઓવરમાં ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલને પોતાનો કેચ આપતા તે આઉટ થયો હતો, પરંતુ આ 29 રનની સાથે અભિષેક શર્માએ આઇપીએલમાં તેના 1000 રન પૂર્ણ કર્યા હતા.
2018માં આઇપીએલમાં પોતાનું ડેબ્યું કરનાર 23 વર્ષના અભિષેક શર્માએ તેની આઇપીએલ કારકિર્દીમાં કુલ 50 મેચ/ઈનિંગ્સમાં 1017 રન બનાવ્યા છે અને સાથે પાંચ હાફ સેન્ચુરી પણ ફટકારી હતી. શરૂઆતમાં દિલ્હી કેપિટલ તરફથી રમીને હવે અભિષેક શર્મા સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમમાં સામેલ થયો છે.

2024ની આઇપીએલમાં અભિષેક શર્મા જોરદાર ફોર્મમાં બેટિંગ કરી રહ્યો છે અને તેણે હૈદરાબાદ માટે આ સિઝનમાં મોટો ફાળો આપ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ સાથેની પાછલી મેચમાં અભિષેકે માત્ર 23 બૉલમાં 63 રન બનાવ્યા હતા અને તે પહેલા પણ કોલકત્તા નાઈટ રાઈડર્સ સામે 32 રનોની તોફાની ઈનિંગ્સ રમી હતી. 2024ની આઇપીએલમાં અભિષેકે 124 રન બનાવ્યા છે.

ગુજરાત સામેની આજની મેચમાં એસઆરએચના બધા બેટર અસફળ રહ્યા હતા. કોઈપણ બેટર તરફથી મોટી ઈનિંગ્સ ન આવતા એસઆરએચ માત્ર 162 રનનો ટાર્ગેટ સ્કોર બોર્ડ પર લગાવી શકી હતી, જેને ગુજરાતના ટાઈટન્સે સરળતાથી ચેસ કરી આ વર્ષની બીજી જીત પોતાના નામે કરીને પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગઈ છે. તો એસઆરએચએ ત્રણમાંથી એક જ મેચમાં જીત મેળવતા તે પાંચમા સ્થાને છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button