સ્પોર્ટસ

ક્રિકેટ પાછળ ઘેલા છીએ, પણ આપણી રાષ્ટ્રીય રમત હોકીના વર્લ્ડ કપ વિશે કેટલું જાણો છો?

નવી દિલ્હી: હાલમાં ભારતમાં સૌથી લોકપ્રિય રમતની ક્રિકેટ છે એમાં કોઈ બે મત ન હોઈ શકે. ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓને ફિલ્મ સ્ટાર્સ જેવી લોકપ્રિયતા મળે છે. ભરતીય ક્રિકેટ ટીમે સૌથી પહેલો ODI વર્લ્ડ કપ 1983માં કપિલ દેવની કેપ્ટનશીપ હેઠળ જીત્યો હતો, એ વાત સૌ કોઈ જાણતા હશે. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે ભારતીય હોકીની ટીમે ભારતને સૌ પ્રથમ વાર વર્લ્ડ ચેમ્પિયન બનાવીને ગૌરવ અપાવ્યું હતું. ગઈ કાલે શનિવારે ભારતની પહેલી હોકી વર્લ્ડ કપ જીતને 50 વર્ષ પુરા થયા.

Also read : IPL 2025 માં બે ગુજરાતી સંભાળશે ટીમની કમાન, 5 ટીમ નવા કેપ્ટન સાથે ઉતરશે…

50 વર્ષ પહેલાં 15મી માર્ચ 1975 ભારતે મલેશિયાના કુઆલાલંપુરમાં અમૂલ્ય સિદ્ધિ મળેવી અને સમગ્ર દેશનું નામ રોશન (India Hokey world cup win 1975) કર્યું હતું. નોંધનીય છે કે આ જીત ભારત માટે ખુબ મહત્વની હતી, કેમ કે કોઈપણ રમતમાં ભારતનું પ્રથમ વર્લ્ડ કપ ટાઇટલ હતું. આમ હોકી ટીમના વર્લ્ડ કપ જીતવાની સાથે ભારત પહેલી વાર કોઈ રમતમાં વર્લ્ડ ચેમ્પિયન બન્યું.

ભારતમાં હોકીની લોકપ્રિયતા:
પચાસ વર્ષ પહેલાં, રાષ્ટ્રીય રમત હોકી ભારતમાં માત્ર એક રમત જ નહીં જીવનનો એક ભાગ હતો. 1975 પહેલા ભારતીય ટીમ સાત ગોલ્ડ મેડલ જીતી ચુકી હતી. દેશમાં ક્રિકેટ કરતાં હોકીનો ચાહક વર્ગ ઘણો વિશાળ હતો.

એ સમયે દેશમાં સ્થાનિક લીગ, કોલેજિયેટ અને ઇન્ટર-સ્કૂલ કોમ્પિટિશનમાં પણ સેંકડો દર્શકો એકઠા થતાં. એ સમયે સમાચાર પત્રોના પાનાઓ હોકીને લગતા સમચારોથી ભરાયેલા રહેતા. એક હોકી ખેલાડી હોવું એ ગર્વની વાત હતી. લોકો ટોચના હોકી ખેલાડીઓના ચાહકો હતાં. હોકીના ખેલાડીઓને પ્રતિષ્ઠા અને આદર મળતા.

15 માર્ચ, 1975ની એ ક્ષણ:

1975 વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમની તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધી સાથે તસવીર (Source; Deccan Herald)

ચાહકોના આ પ્રેમ વચ્ચે, અજીતપાલ સિંહની કેપ્ટનશીપ હેઠળ ભારતે 15 માર્ચ, 1975ના રોજ મલેશિયાના કુઆલાલંપુરમાં વર્લ્ડ કપ જીત્યો હતો. ફાઈનલ મેચ મેર્ડેકા સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી, એ સમયે સ્ટેડીયમમાં 70,000 દર્શકો હાજર હતાં. ભારતે પાકિસ્તાનને 2-1થી હરાવી ટાઈટલ જીત્યું. ખેલાડીઓને ભારત પરત ફરતા તેમનું શાહી સ્વાગત કરવામાં આવ્યું અને સન્માનિત કરવામાં આવ્યા હતા.

Also read : જો ભારત આવ્યો તો.. ચેમ્પિયન્સ ટ્રોફીના હીરોને મળી હતી જાનથી મારવાની ધમકી…

અજિત પાલ સિંહ મેર્ડેકા સ્ટેડિયમમાં ચમકતી ટ્રોફી પકડીને ઉભા હતા, આ ક્ષણ ભારતીય રમતગમત માટે અભૂતપૂર્વ હતી. હાલ હોકી ઇન્ડિયા આ વર્લ્ડ કપ જીતની સુવર્ણ જયંતિ વર્ષ ઉજવી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button