આઈપીએલની હરાજીમાં કઈ ટીમે કેટલા ખેલાડી ખરીદ્યા? કેટલા હજી ખરીદી શકે? કોની પાસે કેટલું ફંડ બાકી બચ્યું છે?
પાંચ ભારતીય સૌથી મોંઘા બન્યા બાદ આજે બપોરે 3.00 વાગ્યાથી ફરી ભારતીયો આકર્ષણ જમાવશે
જેદ્દાહ: અહીં રવિવારે આઈપીએલના મેગા ઓકશનમાં 10 ટીમોએ કુલ મળીને 450 કરોડ રૂપિયા કરતાં પણ વધુ ખર્ચ કર્યો, કુલ ૭૦થી પણ વધુ ખેલાડીઓને ખરીદ્યા અને એમાં રિષભ પંત (લખનઊ) 27 કરોડ રૂપિયાના ભાવ સાથે આઇપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો. મોટાભાગની ટીમોએ કુલ 25 ખેલાડી ખરીદવાની ટોચ મર્યાદામાંથી 12થી 13 ખેલાડી ખરીદી લીધા છે. હવે આજે આ ટીમો વધુ ખેલાડીઓને ખરીદવા માટેની રેસમાં ઝુકાવશે. ટીમો પાસે હજી કરોડો રૂપિયાનું (કુલ અંદાજે 173.55 કરોડ રૂપિયાનું) ફંડ બચ્યું છે.
રવિવારની હરાજીમાં ટોચના પાંચેય ખેલાડી ભારતીય હતા: રિષભ પંત (લખનઊ, 27 કરોડ રૂપિયા), શ્રેયસ ઐયર (પંજાબ, 26.75 કરોડ રૂપિયા), વેન્કટેશ ઐયર (કોલકાતા, 23.75 કરોડ રૂપિયા), અર્શદીપ સિંહ (પંજાબ, 18 કરોડ રૂપિયા) અને યુઝવેન્દ્ર ચહલ (પંજાબ, 18 કરોડ રૂપિયા).
હવે હરાજીમાં આજના બીજા અને છેલ્લા દિવસે મુખ્ય જે ખેલાડીઓને ખરીદવા હરીફાઈ થઈ શકે એમાં ભુવનેશ્વર કુમાર, મુકેશ કુમાર, વોશિંગ્ટન સુંદર, ફેફ ડુ પ્લેસી, માર્કો યેનસેન, દીપક ચાહર, કૃણાલ પંડ્યા, પૃથ્વી શો, સૅમ કરૅન, મુસ્તફિઝુર રહેમાન વગેરેનો સમાવેશ છે.
તમામ 10 ફ્રેન્ચાઇઝીઓને તેમની ટીમમાં વધુમાં વધુ 25 ખેલાડી રાખવા કહેવામાં આવ્યું છે. ટીમોએ 25માંથી કેટલા ખેલાડીને ખરીદવાના બાકી છે એની વિગત અહીં નીચે આપી છે. હાલમાં ટીમો પાસે ઉપલબ્ધ ફંડની સ્થિતિ નીચે મુજબ છે :
આ પણ વાંચો….Sambhal Violence: સપા સાંસદ અને MLAના દીકરા વિરુદ્ધ FIR નોંધાઈ; ષડ્યંત્ર રચવાનો આરોપ
(1) હૈદરાબાદ: 25/13, હજી 5.15 કરોડ રૂપિયા બચ્યા છે.
(2) બેંગલૂરુ: 25/9, હજી 30.65 કરોડ રૂપિયા બચ્યા છે.
(3) રાજસ્થાન: 25/11, હજી 17.35 કરોડ રૂપિયા બચ્યા છે.
(4) પંજાબ: 25/12, હજી 22.50 કરોડ રૂપિયા બચ્યા છે.
(5) મુંબઈ: 9/25, હજી 26.10 કરોડ રૂપિયા બચ્યા છે.
(6) લખનઊ: 12/25, હજી 14.85 કરોડ રૂપિયા બચ્યા છે.
(7) કોલકાતા: 13/25, હજી 10.05 કરોડ રૂપિયા બચ્યા છે.
(8) ગુજરાત: 14/25, હજી 17.50 કરોડ રૂપિયા બચ્યા છે.
(9) દિલ્હી: 13/25, 13.80 કરોડ રૂપિયા બચ્યા છે.
(10) ચેન્નઈ: 12/25, 15.60 કરોડ રૂપિયા બચ્યા છે.