સ્પોર્ટસ

જાડેજાના સુપર-શો વિશે પત્ની રિવાબાએ કેવી પ્રતિક્રિયા આપી?

હૈદરાબાદ: ટેસ્ટના વર્લ્ડ નંબર-વન ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા જ્યારે પણ મોટી સિદ્ધિ મેળવે કે મહત્ત્વની ઇનિંગ્સ રમે ત્યારે પત્ની રિવાબા એને સોશિયલ મીડિયામાં બિરદાવવાનું ક્યારેય ન ચૂકે. અહીં ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં પહેલા દિવસે ત્રણ વિકેટ લીધા પછી સર્વોચ્ચ ઑલરાઉન્ડરને છાજે એ રીતે રમવાનું ચાલુ રાખીને બૅટિંગમાં પણ ઉપયોગી પર્ફોર્મ કર્યું હતું. શુક્રવારના બીજા દિવસે તેણે 87 રન બનાવ્યા હતા જે આ દાવમાં ભારતના બધા બૅટર્સમાં સૌથી વધુ હતા.

જાડેજાએ 20મી હાફ સેન્ચુરી પૂરી કરી અને દર વખતની જેમ બૅટને તલવારની જેમ વીંઝીને સિદ્ધિને સેલિબ્રેટ કરી હતી.


બીસીસીઆઇએ જાડેજાના આ સેલિબ્રેશનનો વિડિયો સોશિયલ મીડિયામાં પોતાના હૅન્ડલ પર શૅર કર્યો હતો. જાડેજાની પત્ની રિવાબાએ ઇન્સ્ટાગ્રામ પર એ વિડિયો રી-પોસ્ટ કરવાની સાથે ભારતીય તિરંગા સહિતના ત્રણ ઇમોટિકૉન્સ બતાવ્યા હતા અને એ રીતે ખુશી વ્યક્ત કરી હતી.


વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)નો કૉન્સેપ્ટ શરૂ થયો ત્યારથી જાડેજાની બૅટિંગ પણ દર્શનીય રહી છે. તેણે 28 ટેસ્ટમાં 1400થી વધુ રન બનાવ્યા છે.


જાડેજાની પત્ની રિવાબા જામનગર નૉર્થ મતવિસ્તારનાં ભાજપનાં ધારાસભ્ય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button