IPL 2024સ્પોર્ટસ

હોમ સ્વીટ હોમ: ચેપૉકનું ગ્રાઉન્ડ ચેન્નઈની હારની હૅટ-ટ્રિક રોકી શકે

ચેન્નઈ: આઇપીએલની 17મી સીઝનની શરૂઆતમાં જ એમએસ ધોનીએ ઋતુરાજ ગાયકવાડને ચેન્નઈ સુપર કિંગ્સની કૅપ્ટન્સીની જવાબદારી સોંપી ત્યાર બાદ પહેલી લાગલગાટ બે મૅચમાં ચેન્નઈની ટીમે વિજય માણ્યો હતો, પણ પછીની બેઉ મૅચમાં પરાજય જોવો પડ્યો. ચેન્નઈએ પહેલી બે જીત હોમટાઉન ચેપૉકમાં રમાઈ હતી, પરંતુ ત્યાર પછીની બે મૅચ હરીફ ટીમના ગ્રાઉન્ડ પર રમાઈ હતી જેમાં ગાયકવાડની ટીમની હાર થઈ હતી.

હવે વાત એમ છે કે સોમવારે (સાંજે 7.30 વાગ્યાથી) ચેન્નઈની ટીમ ફરી એકવાર ચેપૉકમાં રમવાની છે અને એમાં જીતીને આ ટીમ હારની હૅટ-ટ્રિક થતી રોકી શકશે તેમ જ ચેપૉક આ વખતે ફરી એના માટે નસીબવંતુ સાબિત થશે. જોકે સોમવારની મૅચ મોટા સિતારાવાળી કોલકાતા નાઇટ રાઇડર્સ સામે રમાવાની છે એટલે ચેન્નઈ માટે જીતવું જરાય આસાન નથી. કોલકાતાના સ્ટાર્સ પ્લેયર્સ પહેલી ત્રણેય મૅચ જીતીને ચેન્નઈ આવ્યા છે.

ચેન્નઈ ડિફેન્ડિંગ ચૅમ્પિયન છે, પરંતુ કોલકાતા હાલના પૉઇન્ટ્સ-ટેબલમાં એનાથી એક લેવલ ઉપર બીજા નંબરે છે.
ચેન્નઈને ન્યૂ ઝીલૅન્ડના ઑલરાઉન્ડર રાચિન રવીન્દ્ર પાસે મોટી અપેક્ષા છે. આ વખતની ટૂર્નામેન્ટની ચાર મૅચમાં તેની એકેય હાફ સેન્ચુરી નથી અને એક પણ વિકેટ પણ હજી સુધી તેના નામે નથી લખાઈ. જોકે રાચિન સ્પિનર છે અને ચેપૉકમાં આ વખતનો રેકૉર્ડ સ્પિનર્સને ઉત્સાહિત કરે એવો નથી. અહીં રમાયેલી બે મૅચમાં ફાસ્ટ બોલર્સે 18 વિકેટ લીધી છે અને સ્પિનર્સને ફક્ત ચાર વિકેટ મળી શકી છે.

ચેપૉકમાં ચેન્નઈની ટીમનો કોલકાતા સામે બહુ સારો રેકૉર્ડ છે. અહીં તેઓ (ચેન્નઈ) 13માંથી 9 મૅચ જીત્યા છે.

બન્ને ટીમની પ્લેઇંગ ઇલેવન કંઈક આવી હોઈ શકે:
ચેન્નઈ: ઋતુરાજ ગાયકવાડ (કૅપ્ટન), એમએસ ધોની (વિકેટકીપર), રાચિન રવીન્દ્ર, અજિંક્ય રહાણે, શિવમ દુબે, ડેરિલ મિચલ, મોઇન અલી, રવીન્દ્ર જાડેજા, દીપક ચાહર, તુષાર દેશપાંડે, મુકેશ ચૌધરી/શાર્દુલ ઠાકુર/માહીશ થીકશાના.

કોલકાતા: શ્રેયસ ઐયર (કૅપ્ટન), ફિલ સૉલ્ટ (વિકેટકીપર), સુનીલ નારાયણ, વેન્કટેશ ઐયર, અંગક્રિશ રઘુવંશી/નીતિશ રાણા, આન્દ્રે રસેલ, રિન્કુ સિંહ, રમણદીપ સિંહ, મિચલ સ્ટાર્ક, હર્ષિત રાણા/વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી/અનુકૂલ રૉય/સુયશ શર્મા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button