સ્પોર્ટસ
પ્રીમિયર લીગમાં હાલૅન્ડે મૅન્ચેસ્ટર સિટીને ટોચ પર મોકલી…

મૅન્ચેસ્ટર: અહીં શનિવારે ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઇપીએલ)માં મૅન્ચેસ્ટર સિટીએ સાઉધમ્પ્ટનને 1-0થી હરાવીને પૉઇન્ટ્સ-ટેબલમાં મોખરાનું સ્થાન મેળવ્યું હતું. ટેબલમાં સિટી હવે લિવરપુલથી બે પૉઇન્ટ આગળ છે. અર્લિંગ હાલૅન્ડે પાંચમી જ મિનિટમાં ગોલ કરીને સિટીને બાયર્ન સામે 1-0થી સરસાઈ અપાવી હતી અને ત્યાર બાદ બાયર્નની ટીમે ડિફેન્સમાં સુધારો કરીને પોતાની સામે વધુ ગોલ નહોતો થવા દીધો, પણ પોતાના ખેલાડીઓ એકેય ગોલ પણ નહોતા કરી શક્યા જેને પગલે છેવટે સિટીને 1-0થી વિજેતા ઘોષિત કરાઈ હતી.