પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪સ્પોર્ટસ

ઑલિમ્પિક્સમાં ઈતિહાસ રચાયો: ઍથ્લીટે પુરુષ અને મહિલા, બન્ને વર્ગમાં મેડલ જીતી લીધો!

પૅરિસ: બ્રિટનના હેન્રી ફિલ્ડમૅન નામના ઍથ્લીટે સવાસો વર્ષ જૂની ઑલિમ્પિક ગેમ્સમાં નવો ઈતિહાસ રચ્યો છે. તે એક જ ઑલિમ્પિકસમાં પુરુષ અને મહિલા, બંને વર્ગમાં મેડલ જીતનાર વિશ્વનો પહેલો ઍથ્લીટ બન્યો છે.
36 વર્ષના ફિલ્ડમૅનની વર્સેટાઇલ ટેલન્ટે ઑલિમ્પિક વિલેજમાં ધૂમ મચાવી દીધી છે. અલગ અભિગમ ધરાવતા બન્ને કૅટેગરીના સાથી ઍથ્લીટો સાથે ઍડજસ્ટ થઈને તેમને ચંદ્રક સુધી દોરી જવામાં તેણે મેળવેલી અનેરી સફળતાની સર્વત્ર વાહ-વાહ થઈ રહી છે.

ફિલ્ડમૅન બ્રિટનનો ખૂબ ફેમસ ઍથ્લીટ છે. તેણે રોવિંગ (હલેસાવાળી બોટની સ્પર્ધા)માં આ સિદ્ધિ હાંસલ કરી છે. પહેલાં તેણે પુરુષોના વર્ગમાં આઠ પુરુષ ઍથ્લીટવાળી બોટની ફાઈનલ રેસમાં મહત્વની ભૂમિકા ભજવીને બ્રિટનને ગોલ્ડ મેડલ અપાવ્યો. ત્યાર પછી તેણે મહિલાઓની રોવિંગની ઇવેન્ટમાં ભાગ લઈને એ ટીમને બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો.

ફિલ્ડમૅન રોવિંગની હરીફાઈમાં કૉક્સવેનની ભૂમિકા ભજવે છે. બોટમાં કૉક્સવેનની જવાબદારી કેપ્ટન (બોટના કેવટ) તરીકેની હોય છે. તે બોટ ચલાવે નહીં, પણ પોતે ઊલટી દિશામાં બેસીને હલેસાથી બોટ આગળ ધપાવતા બોટના બાકીના સ્પર્ધકોને તાકાત, ઝડપ, સંતુલન બાબતમાં માર્ગદર્શન આપતો રહે છે. તે હવામાન અને પવન બાબતમાં પોતાની સમજ પ્રમાણે સાથીઓને ચેતવતો રહે છે અને વ્યૂહરચના મુજબ બધા વચ્ચે એકરૂપતા જાળવીને તેમ જ શક્તિ અને રિધમના સંકલન સાથે ઝડપભેર આગળ વધવાની તેમને સલાહ આપે છે.
હેન્રી ફિલ્ડમૅનને આ વિરલ સિદ્ધિ મેળવવામાં સફળતા મળી એ પાછળ એક મોટું કારણ છે. રોવિંગ એકમાત્ર એવી હરીફાઈ છે જેમાં કોઈપણ દેશની આઠ મેમ્બરવાળી બોટમાં કૉકસવેન એટલે કે કેપ્ટન તરીકે પુરુષ કે મહિલા કોઈને પણ રાખી શકાય. 2017ની સાલમાં નિયમમાં ફેરફાર કરાયો હતો જે મુજબ પુરુષ કૉક્સવેન મહિલાઓની બોટમાં પણ ભાગ લઈ શકે છે. દરેક વર્ગની બોટમાં એ જ જાતિના (પુરુષની બોટમાં પુરુષો અને મહિલાઓની બોટમાં મહિલાઓ) સ્પર્ધકો હોવા જોઈએ, પરંતુ કૉકસવેન તરીકે પુરુષ કે મહિલા કોઈપણ જાતિની વ્યક્તિને રાખી શકાય.

હેન્રી ફિલ્ડમૅન કોચિંગના બિઝનેસમાં પણ છે. તે બ્રિટનમાં અમુક ફી લઈને બોટમાં કૉકસવેનની ભૂમિકા કેવી રીતે ભજવવી એની તાલીમ પણ આપે છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker