સ્પોર્ટસ

અમેરિકા (USA)નો બાંગલાદેશ સામે ઐતિહાસિક સિરીઝ-વિજય, હવે ભારતે વર્લ્ડ કપમાં ચેતવું પડશે

પ્રેઇરી વ્યૂ (હ્યુસ્ટન): ક્રિકેટમાં નવીસવી ગણાતી અમેરિકાની ટીમે જાણીતા ખેલાડીઓનો સમાવેશ ધરાવતી બાંગલાદેશની ટીમને ગુરુવારે ટી-20 સિરીઝ (T20 Series)ની બીજી મૅચમાં પણ હરાવીને ત્રણ મૅચની શ્રેણીમાં 2-0થી ઐતિહાસિક વિજયી-સરસાઈ મેળવી લીધી હતી. મૂળ આણંદનો મોનાંક પટેલ (42 રન, 38 બૉલ, એક સિક્સર, ચાર ફોર) અને મૂળ પાકિસ્તાનનો પેસ બોલર અલી ખાન (પચીસ રનમાં ત્રણ વિકેટ) આ જીતના બે હીરો હતા.

અમેરિકાએ બૅટિંગ મળ્યા બાદ છ વિકેટે 144 રન બનાવ્યા હતા જેમાં કૅપ્ટન મોનાંક ઉપરાંત આરૉન જોન્સ (35 રન) અને સ્ટીવન ટેલર (31 રન)ના પણ યોગદાન હતા. મુસ્તફિઝૂર રહમાન સહિત ત્રણ બોલરે બે-બે વિકેટ લીધી હતી.
બાંગલાદેશની ટીમ 19.3 ઓવરમાં 138મા રને ઑલઆઉટ થતાં અમેરિકાનો છ રનથી વિજય થયો હતો. 138 રનમાં કૅપ્ટન શૅન્ટોના 36 રન અને શાકીબ-અલ-હસનના 30 રન હતા. મોનાંક પટેલ વિકેટકીપર છે અને તેણે છેલ્લી ઓવરમાં રિશાદ હુસેન (9)નો કૅચ પકડીને અમેરિકાને વિજય અપાવ્યો હતો. ભારતીય મૂળના સૌરભ નેત્રાવલકરે બે તેમ જ જસદીપ સિંહે એક વિકેટ લીધી હતી.

વર્લ્ડ કપમાં ભારતવાળા ગ્રૂપ ‘એ’માં અમેરિકા તેમ જ પાકિસ્તાન, આયરલૅન્ડ અને કૅનેડાની ટીમ સામેલ છે. અમેરિકાની જીત સાથે હવે આ ગ્રૂપની દરેક ટીમે વર્લ્ડ કપમાં એનાથી ચેતવું પડશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાલમાં બજારમાં મળતું આ ફળ ખાવાથી મળે છે અગણિત હેલ્થ બેનેફિટ્સ… અંબાણીના પુત્રના પ્રી વેડિંગ ફંક્શનમાં રાધિકાએ પહેર્યો અનંતનો લવ લેટરની છપાઈ વાળો ગાઉન બુક પરથી બનાવવામાં આવેલી 9 Superhit Filmમાંથી તમે કેટલી જોઈ છે? આ અભિનેત્રીઓએ પણ લગ્ન માટે સ્વીકાર્યો છે મુસ્લિમ ધર્મ