મુંબઈ: ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચેની સેમી ફાઈનલ મેચમાં સાત વિકેટ ઝડપીને મહોમ્મદ શમીએ લોકોનું દિલ જીતી લીધું છે, પરંતુ હવે શમીની પત્ની હસીન જહાં ચર્ચામાં છે. ગઈ કાલે વર્લ્ડ કપ 2023ની સેમી ફાઇનલ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આ મેચમાં ભારતના પેસ બોલર મોહમ્મદ શમીએ સાત વિકેટ લઈને એક નવો ઇતિહાસ રચ્યો છે. શમી અને તેની એક્સ પત્ની હસીન જહાં વચ્ચે અનેક સમયથી વિવાદો ચાલી રહ્યા છે. આ બધા વિવાદોની વચ્ચે હસીન જહાંએ બે-ત્રણ સોશિયલ મીડિયા પર એક વિડિયો પોસ્ટ કર્યો છે જે ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.
હસીન જહાંએ પોસ્ટ કરેલા વીડિયોમાં તે ગીત ગાઈ રહી છે. હસીન આ પોસ્ટમાં ‘તેરે નામ સે હી મુજકો દુનિયા વાલે જાનેંગે, તેરી સુરત દેખકર હી લોગ મુઝે પહેચાનેંગે’ ગીતના બોલ ગાતી જોવા મળી રહી છે. હસીન જહાંએ આ વિડિયો મહોમ્મદ શમી માટે ગાઈ રહી હોવાનું લોકો કહી રહી છે. આ વિડિયો અંગે શમી અને હસીનના ચાહકો જુદી જુદી કમેન્ટ્સ કરી રહ્યા છે
હસીને શમી પર અનેક ગંભીર આરોપ લગાડ્યા છે. આ આરોપોને લીધે શમીને નશાની ટેવ પડતાં શમીને ભારતીય ક્રિકેટ ટીમમાથી પણ થોડા સમય માટે બાકાત કરવામાં આવ્યો હતો, પણ સમય જતાં શમીએ ટીમમાં પોતાનું સ્થાન પરત મેળવીને આ વખતના વર્લ્ડ કપમાં સુપરસ્ટાર સાબિત થયો છે.