સ્પોર્ટસ

હરિયાણાએ પ્રથમવાર જીતી વિજય હઝારે ટ્રોફી, ફાઇનલમાં રાજસ્થાનને ૩૦ રનથી હરાવ્યું

રાજકોટ: હરિયાણાની ટીમે વિજય હઝારે ટ્રોફી ૨૦૨૩નું ટાઇટલ જીત્યું છે. રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલમાં હરિયાણાએ રાજસ્થાનને ૩૦ રનથી હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા હરિયાણાએ ૫૦ ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને ૨૮૭ રન કર્યા હતા. અંકિત કુમારે સૌથી વધુ ૮૮ રનની ઇનિંગ રમી હતી.

જવાબમાં રાજસ્થાનની ટીમ ૨૫૭ રનમાં સમેટાઈ ગઈ હતી. એક સમયે ટીમનો સ્કોર ચાર વિકેટે ૨૦૧ રન હતો અને એવું લાગી રહ્યું હતું કે રાજસ્થાનની ટીમ મેચ જીતી જશે. જો કે, આવું બન્યું ન હતું. ૨૦૧ના સ્કોર પર પાંચમી વિકેટ પડતાની સાથે જ આખી ટીમ ૨૫૭ રનમાં સમેટાઈ ગઈ હતી. રાજસ્થાન તરફથી અભિજીત તોમરે સૌથી વધુ ૧૦૬ રન કર્યા હતા.

હરિયાણાની ટીમ પ્રથમ વખત વિજય હઝારે ટ્રોફીની ફાઇનલમાં પહોંચી હતી અને પ્રથમ વખત જ ટાઇટલ પર કબજો કર્યો હતો. રાજસ્થાનની ટીમ અગાઉ ૨૦૦૬-૦૭માં ફાઇનલમાં પહોંચી હતી જ્યાં તેને મુંબઈ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ફરી એકવાર રાજસ્થાનની ટીમ ફાઇનલમાં હારી ગઈ હતી.

પ્રથમ બેટિંગ કરતા હરિયાણાની શરૂઆત ખરાબ રહી હતી. યુવરાજ સિંહ એક રન બનાવીને આઉટ થયો હતો. આ પછી અંકિતે હિમાંશુ રાણા સાથે મળીને બીજી વિકેટ માટે ૪૦ રનની ભાગીદારી કરી હતી. હિમાંશુ ૧૦ રન કરીને આઉટ થયો હતો.

ત્યારબાદ કેપ્ટન અશોક મનેરિયાએ અંકિત સાથે મળીને ત્રીજી વિકેટ માટે ૧૨૪ રનની ભાગીદારી કરી હતી. અંકિત ૯૧ બોલમાં ૧૨ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૮૮ રન કરીને આઉટ થયો હતો. જ્યારે, મનેરિયાએ કેપ્ટનશિપની ઇનિંગ્સ રમી હતી. તે આઠ ચોગ્ગાની મદદથી ૯૬ બોલમાં ૭૦ રન કરીને આઉટ થયો હતો. રાજસ્થાન તરફથી અનિકેત ચૌધરીએ સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે અરાફાત ખાને બે વિકેટ ઝડપી હતી. રાહુલ ચહરને એક વિકેટ મળી હતી.

૨૮૮ રનના ટાર્ગેટનો પીછો કરવા આવેલી રાજસ્થાનની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી.

રામ મોહન ચૌહાણ એક રન કરીને આઉટ થયો હતો અને મહિપાલ લોમરોર બે રન કરીને આઉટ થયો હતો. આ પછી કેપ્ટન દીપક હુડ્ડા ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. કરણ લાંબા ૨૦ રન કરી શક્યો હતો. રાજસ્થાનની ત્રણ વિકેટ ૧૨ રનમાં પડી ગઈ હતી. પછી અભિજીતે કુણાલ સિંહ રાઠોડ સાથે મળીને પાંચમી વિકેટ માટે ૧૨૧ રનની ભાગીદારી કરી હતી.
આ દરમિયાન અભિજીતે શાનદાર સદી ફટકારી હતી. આ ભાગીદારી હર્ષલ પટેલે તોડી હતી. તેણે અભિજીતને કેચ આઉટ કરાવ્યો હતો. કૃણાલ સિંહ ૭૯ રન કરીને આઉટ થયો હતો. હરિયાણા તરફથી સુમિત કુમાર અને હર્ષલ પટેલે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે અંશુલ કંબોજ અને રાહુલ તેવટિયાને બે-બે વિકેટ મળી હતી. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button