સ્પોર્ટસ

હરમનપ્રીત કૌરનું આજે એકસાથે બે સેલિબ્રેશન, શુભેચ્છાઓનો વરસાદ વરસ્યો

મુંબઈ: ભારતીય મહિલા ટીમની અને મુંબઈ ઇન્ડિયન્સ વિમેન ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર આજે એક સાથે બે સેલિબ્રેશન માણી રહી છે.

હરમન પ્રીતનો આજે જન્મદિન છે અને એ પ્રસંગ ઉપરાંત તેને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પણ અસંખ્ય ચાહકોની શુભેચ્છાઓ મળી રહી છે.

આ પણ વાંચો…લેનિંગની કૅપ્ટન્સ ઇનિંગ્સ, પણ આઠ રન માટે `પ્રથમ સદી’ ચૂકી ગઈ…

36 વર્ષની હરમનપ્રીત કૌર સોશિયલ મીડિયામાં સૌથી લોકપ્રિય સ્પોર્ટ્સપર્સન્સમાં સ્થાન ધરાવે છે.

હરમનપ્રીતનો જન્મ 1989ની આઠમી માર્ચે થયો હતો. તે પંજાબની છે. તેણે ભારત વતી તેમ જ પ્રોફેશનલ ક્રિકેટમાં કરીઅર શરૂ કરી ત્યાર બાદ અત્યાર સુધીમાં તે ઘણી સિદ્ધિઓ મેળવી ચૂકી છે.

આ પણ વાંચો…‘વનડે ફોર્મેટ તેના અંત તરફ આગળ વધી રહ્યું છે’ ઇંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ ખેલાડીએ આવું કેમ કહ્યું?

2020ના ટી-20 વર્લ્ડ કપમાં ભારત તેની કેપ્ટન્સીમાં ફાઇનલમાં પહોંચ્યું હતું. 2023માં મહિલાઓની આઇપીએલ એટલે કે વિમેન્સ પ્રીમિયર લીગ (ડબલ્યૂપીએલ)માં હરમનના જ સુકાનમાં મુંબઇ ઇન્ડિયન્સે સૌથી પહેલો તાજ જીતી લીધો હતો. 2012, 2016 અને 2022નો મહિલાઓનો ટી-20 એશિયા કપ જીતનાર ભારતીય ટીમમાં હરમનપ્રીત સામેલ હતી.
હરમનપ્રીતના નેતૃત્વમાં હાલમાં મુંબઇ ઇન્ડિયન્સની ટીમ ડબલ્યૂપીએલની 2025ની સીઝનમાં ત્રીજા નંબરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button