ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) એક એવો ખિલાડી છે કે જે હંમેશા જ એક અલગ અંદાજમાં પીચ પર જોવા મળે છે. હાલમાં જ ગ્વાલિયર ખાતે રમાયેલી બાંગ્લાદેશ સામેની ટી20 મેચમાં હાર્દિક એક એવો શોટ રમ્યો હતો કે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ યુઝર્સ અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આવો જોઈએ આખરે એવો તે કયો શોટ માર્યો હાર્દિકે…
હાલમાં જ ટીમ ઈન્ડિયા અને બાંગ્લાદેશ સામેની મેચમાં બાંગ્લાદેશે 19.5 ઓવરમાં 127 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જેની સામે ભારતીય ટીમે 11.5 ઓવરમાં જ આ ટાર્ગેટ તેઝ કરી લીધો હતો અને એમાં પણ હાર્દિક પંડ્યાએ સૌથી શાનદાર 39 રનનું યોગદાન આપ્યું હતું. આ 39 રનમાં હાર્દિક પંડ્યાએ તો જાણે રીતસરનો બાઉન્ડ્રીનો મારો જ કર્યો હતો.
આ બધા વચ્ચે હાર્દિક પંડ્યાએ 11મી ઓવરના ત્રીજા બોલ પર કંઈક એવું કર્યું હતું કે જેની ચર્ચા ચારે બાજું થઈ રહી છે. વાત જાણે એમ છે આ બોલ પર હાર્દિકે બેક ઓફ લેન્થ પર શોટ રમીને પાછળ વળીને બોલ ક્યાં જાય છે એ જોયું પણ નહોતું અને એને બદલે તેણે એકદમ સ્વેગથી બોલર સામે જોયું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
હાર્દિકે 243.75ની સ્ટ્રાઈક સાથે 16 બોલમાં 39 રન બનાવ્યા હતા. લોકોને તેના આ શોટના ખૂબ જ વખાણ કરી રહ્યા છે અને કમેન્ટેટર પણ હાર્દિકના આ અંદાજ પર ફિદા થઈ ગયા હતા અને તેમણે કહ્યું હતું કે હાર્દિકનો આ કોન્ફિડન્સ જ તેને બધા ખેલાડીઓથી અલગ બનાવે છે.
જેમાં હાર્દિક પંડ્યાએ 5 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. હાર્દિક પંડ્યાએ બોલિંગમાં 4 ઓવરમાં 26 રન આપીને 1 વિકેટ લીધી હતી. જ્યારે અર્શદીપ અને વરુણ ચક્રવર્તિએ 3-3 વિકેટ લીધી હતી અને વોશિંગટન સુંદર તથા મયંક યાદવને 1-1 વિકેટ મળી હતી.