સ્પોર્ટસ

Hardik Pandyaએ કોને કહ્યું રિશ્તે મેં તો હમ તુમ્હારે… વીડિયો થયો વાઈરલ

છેલ્લાં કેટલાક દિવસથી IPL-2024ની ટીમ Mumbai Indian’s તેની કેપ્ટનશિપને કારણે ચર્ચામાં છે. અત્યાર સુધી આ ટીમનો કેપ્ટન હતો Rohit Sharma અને હવે તેની જગ્યાએ ટીમ મેનેજમેન્ટે Hardik Pandyaને કેપ્ટનશિપ સોંપવાનો નિર્ણય લીધો છે. ટીમ મેનેજમેન્ટના આ નિર્ણયથી રોહિતના ફેન્સ તેમના આ નિર્ણય માટે તેમની સામે ટીકાસ્ત્ર છોડી રહ્યા છે. આ જ દરમિયાન હાર્દિક શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હાર્દિક પંડ્યા એવું કહેતો સાંભળવા મળી રહ્યો છે કે રિશ્તે મેં તો હમ તુમ્હારે કેપ્ટન લગતે હૈ… નામ હૈ હાર્દિક પંડ્યા…

હાર્દિકના આ વીડિયો બાદ નેટિઝન્સ તેની આ કમેન્ટને રોહિત શર્મા સાથે જોડીને જોઈ રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે હાર્દિકે આ ડાયલોગ આપીને રોહિત શર્મા પર નિશાનો સાધ્યો છે. પરંતુ જ્યારે હકીકત વિશે ખાંખાખોળા કરવામાં આવ્યા ત્યારે જાણવા મળ્યું કે આ ડાયલોગ આપવા પાછળનું કારણ કંઈક અલગ જ હતું.

વાત જાણે એમ છે કે હાર્દિક પંડ્યા સ્ટાર સ્પોર્ટ્સના એક શોમાં પહોંચ્યો હતો અને એ સમયે એન્કરે હાર્દિક અને તેના ફેન્સને સવાલો પૂછ્યા હતા. શો શરૂ ચાલી રહ્યો હતો ત્યારે એન્કરે હાર્દિકના ફેન્સને સવાલ પૂછ્યો હતો કે હાર્દિક પંડ્યાનો જન્મદિવસ ક્યારે આવે છે? જેના જવાબમાં હાર્દિકના ફેને જણાવ્યું કે 11મી ઓક્ટોબર. આ દરમિયાન જ કોઈકને યાદ આવ્યું કે એ જ દિવસે મહાનાયક અમિતાભ બચ્ચનનો પણ જન્મદિવસ છે. ત્યારે એક ફેને કહ્યું કે જો તમે તમારો જન્મદિવસ બિગ બી સાથે શેર કરો છો તો એક ડાયલોગ તો થવો જ જોઈએ…

બસ ફેનની આ ઈચ્છા પૂરી કરવા માટે જ હાર્દિકે બિગ બીનો ફેમસ ડાયલોગ રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈ…ને રિક્રિયેટ કરીને રિશ્તે મેં તો હમ તુમ્હારે કેપ્ટન લગતે હૈ… નામ હૈ પંડ્યા એવું બોલે છે. એમાં પણ આ ડાયલોગ પૂરો કરવામાં હાર્દિકને એન્કરે મદદ કરી હતી, કારણ કે હાર્દિકને બાપ શબ્દ નહોતો બોલતો ત્યારે એન્કર તેને કેપ્ટન એવો શબ્દનું સૂચન કરે છે.

હાર્દિકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યો છે. પરંતુ આ ડાયલોગ સાંભળીને રોહિત શર્માના ફેન્સ ચોંકી ઉઠ્યા છે અને જાત જાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

https://twitter.com/rohan_gangta/status/1763859060200489468?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1763859060200489468%7Ctwgr%5E17e8eec7c8c751bcac4fb180ade6c5408af76a49%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fmarathi.abplive.com%2Fsports%2Fipl%2Fhardik-pandya-says-rishte-mein-to-hum-tumhare-caption-lagate-hai-naam-hai-hardik-pandya-amitabh-bachchan-dialogue-amitabh-bachchan-dialogue-watch-viral-video-1261600

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button