હાર્દિક પંડ્યાની થઇ ઘર વાપસી, ગુજરાત છોડી મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમશે
મુંબઇ: ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા ઇન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૪માં મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમતો જોવા મળશે. હાર્દિક પંડ્યા અને મુંબઇ ઇન્ડિયન્સે ટ્વિટ કરી આ વાતની જાણકારી આપી હતી. હાર્દિકે શેર કરેલી પોસ્ટમાં તે મુંબઈ ઈન્ડિયન્સની જર્સીમાં જોવા મળી રહ્યો છે. હાર્દિકે પણ લખ્યું- હોમ, મી હોમ. હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઇટન્સનો સાથ છોડી દીધો છે. મુંબઈએ પંડ્યાને આઈપીએલ ૨૦૨૪ માટે ટીમમાં સામેલ કર્યો છે. હાર્દિક અગાઉ ગુજરાત ટાઇટન્સ સાથે હતો. કેપ્ટન તરીકે તેણે ટીમને ચેમ્પિયન બનાવી હતી.
પંડ્યાને ટીમમાં સામેલ કરવા માટે મુંબઈએ ઑસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમરુન ગ્રીનને ટ્રેડ કર્યો છે. કેમરુન ગ્રીન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતો જોવા મળશે. મુંબઈએ ૧૭.૫ કરોડ રૂપિયામાં ગ્રીનને ટ્રેડ કર્યો છે. હાર્દિક પંડ્યા ૨૦૧૫થી ૨૦૨૧ સુધી મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતો. અહીંથી સારું પ્રદર્શન કર્યા બાદ તેને ટીમ ઈન્ડિયામાં જગ્યા પણ મળી હતી. આઈપીએલ બાદ જૂનમાં ટી-૨૦ વર્લ્ડ કપ યોજાવાનો છે. પંડ્યા પણ વર્લ્ડ કપ માટે ટીમનો મહત્ત્વનો ખેલાડી છે. હાર્દિક પંડ્યાએ ૨૦૧૫થી આઈપીએલમાં રમવાનું શરૂ કર્યું હતું. તેણે અત્યાર સુધીમાં ૧૨૩ મેચ રમી છે. ૧૦ અડધી સદીની મદદથી ૨,૩૦૯ રન કર્યા છે. ઝડપી બોલર તરીકે પંડ્યાએ ૫૩ વિકેટ પણ લીધી છે. હાર્દિકને ૨૦૨૨માં ગુજરાતનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ સીઝન તેના માટે ઘણી સારી રહી. પંડ્યાએ ૧૫ મેચમાં ૪૮૭ રન કર્યા હતા. તેણે ચાર અડધી સદી ફટકારી હતી. આ પછી પંડ્યાએ ૨૦૨૩માં ૧૬ મેચ રમી અને આ દરમિયાન ૩૪૬ રન કર્યા હતા. કેપ્ટન તરીકે તેણે ૨૦૨૨માં ગુજરાતની ટીમને ચેમ્પિયન બનાવી હતી. ઉ