સ્પોર્ટસ

હાર્દિક પંડ્યા 18 કરોડ રૂપિયા મેળવવાને લાયક નથી, જાણો કોણે આપ્યું આવું ચોંકાવનારું નિવેદન

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ, એટલે કે BCCI એ તાજેતરમાં IPL 2025 ની મેગા હરાજી પહેલાં જાહેરાત કરી છે કે ફ્રેન્ચાઇઝી 6 ખેલાડીઓને જાળવી શકે છે, જેમાં Right to Match card (RTM card)નો પણ સમાવેશ થાય છે. IPLની 18મી સિઝનની મેગા ઓક્શન પહેલા જો કોઈ ટીમ કોઈ ખેલાડીને રિટેન કરવા માંગે છે તો તે માટે ટીમે બે ખેલાડીઓને 18-18 કરોડ રૂપિયા, બે ખેલાડીઓને 14-14 કરોડ રૂપિયા અને બાકીના ખેલાડીને 11 કરોડ રૂપિયા ચૂકવવા પડશે.

| Also Read: IND vs BAN T20 Series: સુર્યા કે શીવમ દુબે કોણ પેહલા રોહિત શર્માની આગળ નીકળશે

જો અનકેપ્ડ પ્લેયરને રિટેન કરવામાં આવે તો તેને 4 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. આ દરમિયાન સનરાઈઝર્સ હૈદરાબાદના ભૂતપૂર્વ મુખ્ય કોચ ટોમ મૂડીએ ખૂબ જ આશ્ચર્યજનક નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે મુંબઈ ઈન્ડિયન્સનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા 18 કરોડ રૂપિયાનો લાયક નથી. આપણે આ વિશએ વિગતે જાણીએ.

ટોમ મૂડીએ જણાવ્યું હતું કે, ‘છેલ્લા 6થી 12 મહિનામાં અને ખાસ કરીને આઇપીએલની લાસ્ટ સિઝનમાં જે બધું થયું તેનાથી રોહિત શર્માને નિરાશા થઇ જ હશે. હું જસપ્રિત બુમરાહ અને સૂર્યકુમાર વિશે વાત કરી રહ્યો છું. ટીમના ખેલાડીના રિટેન્શન પર હું એમ કહીશ કે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને 18 કરોડ આપીને રિટેન કરવો યોગ્ય નથી. લાસ્ટ સિઝનમાં તેની ફિટનેસ અને પ્રદર્શન સારું નહોતું રહ્યું. તેના તેના પરફોર્મન્સ, ફોર્મ અને ફિટનેસના આધારે નિર્ણય લેવો જોઇએ. 18 કરોડના ખેલાડી તરીકે તેણે નિયમિતપણે મેચ વિનર ઇનિંગ બતાવવી જોઇએ. હું જસપ્રિત બુમરાહ અને સૂર્યકુમાર પર દાવ લગાવવાનું વધુ પસંદ કરીશ.’

| Also Read: મૅરી કૉમની ફોગાટને આડકતરી ટકોર, ‘વજનની ચોકસાઈ પોતે જ રાખવાની હોય’

IPL 2016 વિજેતા ટીમના મુખ્ય કોચે વધુમાં જણાવ્યું હતું કે MIએ આઇપીએલની છએલ્લી કેટલીક સિઝનમાં ભૂલભરેલી રણનીતિ અપનાવી હતી, જેને કારણે તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા. તેમણે ઇશાન કિશન જેવા કેટલાક ખેલાડીઓને જાળવી રાખવા અથવા તેમની ટીમમાં પાછા લાવવાનો પ્રયાસ કર્યો હતો, જેની તેમને મોંઘી કિંમત ચૂકવવી પડી હતી. ઇશાન કિશનને મોંઘી કિંમતે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પણ શું થયું? તે ઝડપી રન બનાવી શકતો નથી. તેણે કેટલી મેચ જીતાડી એ જુઓ. ઇશાન કિશનને રાખવા માટે તમે 14 કરોડ રૂપિયા ચૂકવો છો ત્યારે તમે તેના કંગાળ પ્રદર્શનને તો ધ્યાનમાં લો અને પછી વિચારો કે તેને આટલી મોંઘી કિંમતે રિટેન કરવો યોગ્ય

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત