ચહલ અને મહવશના રિલેશનને લઈ હાર્દિક પંડ્યાએ શું કરી વાત, જાણો હકીકત?

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ પોતાની પર્સનલ લાઈફને લઈ લાંબા સમયથી ચર્ચામાં છે. યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે છૂટાછેડા થઈ ગયા છે. છૂટાછેડા પૂર્વે યુઝવેન્દ્ર ચહલ અને આરજે મહવશના અફેરને લઈ ચર્ચામાં રહે છે, જેમાં અગાઉ સ્ટેડિયમમાં સ્પોટ થયા હતા, ત્યાર બાદ છૂટાછેડા બાદ આરજે મહવશે ક્રિપ્ટિક પોસ્ટ લખીને ચર્ચામાં આવી હતી. જોકે, સ્ટેડિયમમાં બંને સાથે જોવા મળ્યા પછી તેમના ફોટોગ્રાફ વીડિયો પણ વાઈરલ થયા હતા, ત્યાર બાદ બંનેના રિલેશનને લઈ વિવિધ અટકળો વહેતી થઈ હતી.
હવે ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાનો એક ઈન્ટરવ્યૂ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં હાર્દિક પંડ્યા યુઝવેન્દ્રના સમય અંગે વાત કરે છે. આ વીડિયોને અમુક લોકો એઆઈ જનરેટેડ કહે છે, જેમાં યુઝવેન્દ્ર ચહલ અને આરજે મહવશ અંગે ચર્ચા કરતો જોવા મળે છે. જોકે, આ વીડિયો ફેક છે, જ્યારે તેને જોઈને લોકો પણ કહે છે કે આ એઆઈ જનરેટેડ છે.
હાર્દિક પંડ્યાના ફેક વીડિયો બન્યો છે, જેમાં કહે છે કે મેં તેને સ્ટ્રગલ કરતા જોયો છે, તેથી મારા માટે તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતું કે હું એવા મુકામે પહોંચું જ્યાં હું વાસ્તવમાં એવી વ્યક્તિ સુધી પહોંચવા ઈચ્છતો હતો. તેને ફરીથી હસતો જોઈને સારું લાગે છે, જે પોતાના જીવનમાં સકારાત્મકતા લાવ્યા છે. હાર્દિકે કહ્યું હતું કે હવે તે સંતુષ્ટ અને ખુશ છે અને તેના માટે જો મહા કારણ છે તો હું તેના માટે ખુશ છું. બસ એટલી વાત છે કે અડધું ગ્લાસ ભરેલું છે અને અડધું ખાલી જોઉં છું.
બીજી બાજુ એવું પણ કહેવાય છે કે હાર્દિકનો આ વીડિયો પંદરમી માર્ચનો છે. આરજે મહવશ અને યુઝવેન્દ્ર ચહલ ચેમ્પિયન્સ ટ્રોફી વખતે જાહેરમાં એકસાથે જોવા મળ્યા હતા, ત્યારબાદ હાર્દિક પંડ્યાએ એ વાત જણાવી હતી. જોકે, આ વીડિયો એઆઈની મદદથી બનાવવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવે છે તેમ જ એ સાચો હોવાનો દાવો નકારી શકાય નહીં. હવે તમારી જાણ ખાતર જણાવી દઈએ કે ડિસેમ્બર, 2024માં ક્રિસમસ નિમિત્તે આરજે મહવશે યુઝવેન્દ્ર સાથેના ફોટોગ્રાફ શેર કર્યાં હતા, જેમાં તેની સાથે તેના ઘણા મિત્રો હતા, ત્યાર પછી બંને એકસાથે જોવા મળે છે.
આ પણ વાંચો : ધનશ્રી વર્માને ‘ગોલ્ડ ડિગર’ કહેવાથી શું તકલીફ? એંકરે પૂછ્યો પ્રશ્ન; રિતિકા સજદેહે લાઇક કરી પોસ્ટ…
છેલ્લા કેટલાક મહિનાથી સેલિબ્રિટીઝના છૂટાછેડાનું પ્રમાણ જોરદાર વધ્યું છે. 2018માં મોહમ્મદ શમીના છૂટાછેડા થયા હતા, ત્યાર બાદ શિખર ધવન અને આયશા મુખરજી અલગ થયા હતા. જોકે, 2024માં તો અનેક ક્રિકેટર પત્નીથી છૂટા પડ્યાં હતા, ત્યાર બાદ આ વર્ષે હાર્દિક પંડ્યા પછી યુઝવેન્દ્ર ચહલ ધનશ્રી વર્માના છૂટાછેડા થયા હતા.