T20 World Cup 2024સ્પોર્ટસ

હાર્દિકે રૅન્કિંગમાં પણ બોલાવ્યો સપાટો, ભારત માટે સર્જી દીધો નવો ઇતિહાસ

દુબઈ: અહીં હેડ ક્વૉર્ટર ધરાવતી ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) દ્વારા ટી-20 ઇન્ટરનૅશનલ્સના નવા પ્લેયર્સ રૅન્કિંગ્સ જાહેર થયા હતા જે મુજબ હાર્દિક પંડ્યા ઑલરાઉન્ડર્સમાં વર્લ્ડ નંબર-વન બની ગયો છે.

ટી-20ના ઑલરાઉન્ડર્સમાં ફર્સ્ટ રૅન્ક મેળવનાર હાર્દિક પહેલો ભારતીય ખેલાડી છે. જોકે ટી-20ના બૅટર્સમાં ગયા અઠવાડિયે ઘણા દિવસો પછી મોખરાની રૅન્ક ગુમાવનાર સૂર્યકુમાર યાદવ હજી પણ બીજા જ નંબર પર છે.

હાર્દિકે શનિવારે સાઉથ આફ્રિકા સામેની વર્લ્ડ કપની ફાઇનલમાં ટૂર્નામેન્ટની જે 20મી ઓવર કરી હતી એમાં બે વિકેટ લઈને અને 16 રન ડિફેન્ડ કરીને ભારતને સાત રનના માર્જિનથી વિજય અપાવ્યો હતો.

આ વર્લ્ડ કપમાં હાર્દિકે આઠ મૅચમાં 144 રન બનાવ્યા હતા અને 11 વિકેટ લીધી હતી. બુધવાર પહેલાં ટી-20ના ઑલરાઉન્ડર્સના રૅન્કિંગમાં શ્રીલંકાનો વનિન્દુ હસરંગા નંબર-વન હતો અને હાર્દિક ત્રીજા નંબરે હતો.

જોકે બુધવારે આઇસીસીએ જાહેર કરેલા લેટેસ્ટ ક્રમાંકો મુજબ હવે હાર્દિકના પણ હસરંગાની જેમ 222 રેટિંગ પૉઇન્ટ છે અને પાડોશી દેશના આ બન્ને ખેલાડી નંબર-વનના સ્થાને બિરાજમાન છે.

હાર્દિકે ઑસ્ટ્રેલિયા સામેની સેમિ ફાઇનલમાં અને સાઉથ આફ્રિકા સામેની ફાઇનલમાં કમાલનું પર્ફોર્મ કર્યું હતું.
હાર્દિક-હસરંગા પછી ત્રીજા નંબરે ઑસ્ટ્રેલિયાનો માર્કસ સ્ટોઇનિસ છે.

ટી-20 બૅટિંગના ક્રમાંકોમાં ઑસ્ટ્રેલિયાનો ટ્રેવિસ હેડ નંબર-વન છે. સૂર્યકુમાર (ત્રણ રન) શનિવારની વિશ્ર્વ કપની ફાઇનલમાં સારું નહોતો રમ્યો એટલે તેને રૅન્કિંગમાં ફરી મોખરે નથી આવવા મળ્યું. તેના 838 રેટિંગ પૉઇન્ટ સામે ટ્રેવિસના 844 રેટિંગ પૉઇન્ટ છે. એ જોતાં, સૂર્યાના ટ્રેવિસ કરતાં માત્ર છ પૉઇન્ટ ઓછા છે.

ટી-20 બોલિંગમાં ઇંગ્લૅન્ડનો સ્પિનર આદિલ રાશિદ નંબર-વન અને સાઉથ આફ્રિકાનો ઍન્રિક નૉકિયા નંબર-ટૂ છે.

ટી-20ના ઑલરાઉન્ડર્સના ટૉપ-ફાઇવ રૅન્કિંગ
(1) હાર્દિક પંડ્યા, ભારત, 222 પૉઇન્ટ
(2) વનિન્દુ હસરંગા, શ્રીલંકા, 222 પૉઇન્ટ
(3) માર્કસ સ્ટોઇનિસ, ઑસ્ટ્રેલિયા, 211 પૉઇન્ટ
(4) સિકંદર રઝા, ઝિમ્બાબ્વે, 210 પૉઇન્ટ
(5) શાકિબ-અલ-હસન, બંગલાદેશ, 206 પૉઇન્ટ

ટી-20ના બૅટર્સના ટૉપ-ફાઇવ રૅન્કિંગ
(1) ટ્રેવિસ હેડ, ઑસ્ટ્રેલિયા, 844 પૉઇન્ટ
(2) સૂર્યકુમાર યાદવ, ભારત, 838 પૉઇન્ટ
(3) ફિલ સૉલ્ટ, ઇંગ્લૅન્ડ, 797 પૉઇન્ટ
(4) બાબર આઝમ, પાકિસ્તાન, 755 પૉઇન્ટ
(5) મોહમ્મદ રિઝવાન, પાકિસ્તાન, 746 પૉઇન્ટ

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button