નતાસા અને જેસ્મિન બાદ હાર્દિક પંડ્યાની લાઇફમાં નવી લેડી લવ, કોણ છે માહિકા શર્મા? | મુંબઈ સમાચાર
મનોરંજનસ્પોર્ટસ

નતાસા અને જેસ્મિન બાદ હાર્દિક પંડ્યાની લાઇફમાં નવી લેડી લવ, કોણ છે માહિકા શર્મા?

હાલમાં ચાલી રહેલાં એશિયા કપમાં કમાલનું પ્રદર્શન કરનાર ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખિલાડી હાર્દિક પંડ્યા ફરી એક વખત પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં આવ્યો છે. સામે આવી રહેલાં રિપોર્ટ્સ અનુસાર હાર્દિક પંડ્યાની લાઈફમાં ફરી નવી લેડી લવની એન્ટ્રી થઈ છે.

સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં મોડેલે 33 નંબરનું ટેટુ કરાવ્યું છે. હાર્દિક પંડ્યાની જર્સીનો નંબર 33 છે અને એટલું જ નહીં તેની સાથે સેલ્ફીમાં જે વ્યક્તિ જોવા મળી રહી છે એ પણ હાર્દિક પંડ્યા છે એવું કહેવાઈ રહ્યું છે. મોડલનું નામ માહિકા શર્મા છે જે ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ પોપ્યુલર છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યાનું નામ પહેલાં જેસ્મિન વાલિયા સાથે જોડાયું હતું અને હવે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે. હાર્દિક પંડ્યાનું નામ હવે માહિકા શર્મા સાથે જોડાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે માહિકા શર્મા એક ઉગતો સિતારો છે અને તે ઈન્ડિયન ફેશનનું એક જાણીતું નામ બનતું જઈ રહી છે. પ્રોફેશનલ મોડેલ બનતાં પહેલાં માહિકા ઈકોનોમિક્સ અને ફાઈનાન્સની ડિગ્રી હાંસિલ કરી છે. માહિકાએ વીડિયો સોન્ગસ અને મોટી મોટી જાહેરાતોમાં કામ કર્યું છે. ફેશનની દુનિયામાં માહિતી અનેક મોટા મોટા ડિઝાઈનર્સ સાથે કામ કરી ચૂક્યા છે, જેમાં મનિષ મલ્હોત્રા, અનિતા ડોંગરે, તરુણ તહિલિયાનીનો સમાવેશ થાય છે. 2024માં ઈન્ડિયન ફેશન એવોર્ડ્સમાં માહિકાએ મોડેલ ઓફ ધ યરનો એવોર્ડ જિત્યો હતો.

આ પણ વાંચો: ઈશા ગુપ્તા જ નહીં પણ આ છ એક્ટ્રેસ સાથે પણ જોડાઈ ચૂક્યું છે Hardik Pandyaનું નામ…

વાત કરીએ હાર્દિક અને માહિકાની કમ્પેટિબિલીટીની તો માહિકા પણ હાર્દિકની જેમ જ આત્મવિશ્વાસથી ભરપૂર છે. 2024માં એક ફેશન ઈવેન્ટ દરમિયાન તેની આંખોમાં એલર્જી થઈ ગઈ હતી તેમ છતાં તેણે આત્મવિશ્વાસ સાથે રેમ્પ વોક કર્યું હતું. આ સિવાય ગૌરવ ગુપ્તાના શો દરમિયાન રેમ્પ પર ચાલતાં ચાલતા તેની એડી તૂટી ગઈ હતી અને તેમ છતાં તેણે ગભરાયા વિના રેમ્પ વોક ચાલુ જ રાખ્યું હતું.

હાર્દિક પંડ્યાની વાત કરીએ તો હાર્દિક પંડ્યા અને નતાસા સ્ટેનકોવિકના ડિવોર્સ થયા છે અને ત્યાર બાદ બ્રિટીશ સિંગર જેસ્મિન વાલિયા સાથે હાર્દિકનું નામ જોડાયું હતું. હાર્દિક પંડ્યા સાથે જેસ્મિન અનેક મેચમાં સ્ટેડિયમમાં સાથે જોવા મળી હતી. પરંતુ હવે હાર્દિકનું નામ માહિકા સાથે જોડાઈ રહ્યું છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button