મનોરંજનસ્પોર્ટસ

હાર્દિક અને માહિકાએ સગાઈ કરી લીધી કે શું?

વડોદરાઃ ટીમ ઇન્ડિયાના ટોચના ઑલરાઉન્ડરોમાં ગણાતો અને ભારતને ઘણી મૅચો જિતાડીને ગુજરાતી સમાજને તથા ગુજરાત રાજ્યને ગૌરવ અપાવનાર હાર્દિક પંડ્યા (Hardik Pandya) થોડા મહિનાઓથી પગની ઈજાને કારણે મેદાનથી દૂર છે અને એવું કહેવાય છે કે તે સાઉથ આફ્રિકા સામેની આગામી વન-ડે સિરીઝમાં પણ નથી રમવાનો, પરંતુ તેના ચાહકોને નવાઈ પમાડે એવી એક વાત એવી છે કે તેણે અને ગર્લફ્રેન્ડ માહિકા શર્માએ સગાઈ કરી લીધી હોવાનું મનાય છે.

મૉડેલ, ઍક્ટ્રેસ અને બ્યૂટી ક્વીનની સ્પર્ધા જીતી ચૂકેલી માહિકા શર્માની સોશ્યલ મીડિયા પરની લેટેસ્ટ પોસ્ટના ફોટોમાં તે સીક્રેટ એન્ગેજમેન્ટ રિંગ સાથે જોવા મળતાં એવી અફવા ઉડી છે કે હાર્દિક સાથે તેની સગાઈ થઈ ગઈ છે. માહિકા (Mahieka)એ પોસ્ટ કરેલા ફોટોમાં તેની આંગળીમાં જે રિંગ (Ring) છે એને તેના ચાહકોએ તરત પારખી લીધી અને સગાઈની અટકળ વાઇરલ થવા લાગી છે.

આ પણ વાંચો: નતાસા અને જેસ્મિન બાદ હાર્દિક પંડ્યાની લાઇફમાં નવી લેડી લવ, કોણ છે માહિકા શર્મા?

પત્ની નતાશા સ્ટૅન્કોવિચ સાથે છૂટાછેડા લીધા બાદ પુત્ર અગસ્ત્ય સાથે હળવી મજાકમસ્તી કરતા પિતા હાર્દિકના ફોટો અને વીડિયો ઘણી વાર જોવા મળ્યા છે અને હવે તો માહિકા સાથે હાર્દિકે રિલેશનશિપ હોવાનું મીડિયામાં સત્તાવાર રીતે જણાવી દીધું છે એટલે તેમના ચાહકોને સગાઈની શંકા ન થાય તો જ નવાઈ કહેવાય.

માહિકાએ આ રિંગ વિશે સ્પષ્ટપણે કંઈ જ નથી જણાવ્યું, પરંતુ અમુક પ્રકારના ઇમોજિસ એ વાતનો સંકેત આપે છે કે આ રિંગ તેને હાર્દિકે જ પહેરાવી છે. બીજું, માહિકાએ આ રિંગ વિશેની ચાહકોની ટિપ્પણીઓને સિરિયસલી નથી લીધી એટલે લોકોને સગાઈ વિશે ખાતરી થવા લાગી છે. યાદ છેને, હાર્દિક અને નતાશાએ લૉકડાઉનના સમયગાળા દરમ્યાન ઘરમેળે સાદાઈથી લગ્ન કરી લીધા હતા એટલે મીડિયાને પોતાના પર્સનલ નિર્ણયોથી દૂર રાખવું એ હાર્દિક માટે કોઈ નવી વાત નથી.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button