હાર્દિક અને ગર્લફ્રેન્ડ માહિકા શર્મા, બન્ને લાલ રંગના ડ્રેસઃ દિવાળી પાર્ટીમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં

મુંબઈઃ છેલ્લે એશિયા કપમાં શ્રીલંકા સામેની મૅચમાં રમનાર ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) ઈજાને કારણે એક મહિનાથી ટીમ ઇન્ડિયાથી દૂર છે, પરંતુ મૉડેલ-ઍક્ટ્રેસ માહિકા શર્મા (Mahieka Sharma)ની ખૂબ નજીક છે. માહિકા સાથેના તેના ડેટિંગની બાબતમાં દર અઠવાડિયે નવા-નવા કિસ્સા બહાર આવ્યા કરે છે જેમાં દિવાળી-પાર્ટીનો માહિકા સાથેનો સંગાથ લેટેસ્ટ કિસ્સો છે.
હાર્દિક અને માહિકા શર્મા, બન્ને જણ થોડા મહિનાથી રિલેશનશિપમાં છે અને તાજેતરમાં જ 32 વર્ષીય હાર્દિકે આ રિલેશનશિપને ઇન્સ્ટાગ્રામ પર પુષ્ટિ આપી હતી. તેમની મિત્રતાને લગતી ઘણી સ્ટોરી સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે.
સોમવારે ઇન્સ્ટાગ્રામ પર શૅર કરવામાં આવેલા ફોટોમાં બન્ને જણ લાલ (Red) રંગના ડ્રેસમાં સજ્જ હતા અને એક દિવાળી-પાર્ટીમાં હાજરી આપ્યા બાદ બહાર આવી રહેલા જોવા મળ્યા હતા.
આપણ વાંચો: હાર્દિક પંડ્યા અને માહિકા શર્માએ સાથે બર્થડે સેલિબ્રેશન કર્યાની વધુ તસવીરો થઈ વાયરલ
હાર્દિક દમદાર લાલ કુર્તામાં સજ્જ હતો. તેણે કાળા રંગનું પૅન્ટ પહેર્યું હતું. તેણે લૉફર્સ પહેર્યા હતા, જ્યારે માહિકા રેડ સલવાર સૂટ તથા બ્લૅક લેગિંગ્સ અને સફેદ સૅન્ડલમાં સજ્જ હતી. તેઓ આ પાર્ટીમાં સ્ટાર-અટ્રૅકશન્સ બન્યાં હતાં.
હાર્દિક-માહિકાની અગાઉની તસવીર માલદીવ બીચની હતી જ્યાં હાર્દિકે ગર્લફ્રેન્ડ સાથે પોતાનો બર્થ-ડે સેલિબે્રટ કર્યો હતો. હાર્દિકથી માહિકા સાત વર્ષ નાની છે. તે અવૉર્ડ-વિનિંગ મૉડેલ અને અભિનેત્રી છે. તે ઘણી જાણીતી બૅ્રન્ડ્સ માટે મૉડેલિંગ કરી ચૂકી છે.
હાર્દિક બે વર્ષ પહેલાં નતાશા સ્ટૅન્કોવિચથી અલગ થઈ ગયો હતો. જોકે હાર્દિકે હવે માહિકા સાથેની રિલેશનશિપને સમર્થન આપ્યું એના પરથી તેના ચાહકોને ખાતરી થઈ છે કે આ વર્લ્ડ કપ વિજેતા ક્રિકેટરે ` મૂવ ઑન’નો અભિગમ અપનાવીને માહિકા સાથે નવી લાઇફ શરૂ કરવાનું નક્કી કર્યું છે.