Cricket Updates: હાર્દિક પંડ્યા T20 ક્રિકેટમાં નં.1 ઓલ રાઉન્ડર બની શકે છે! ICC રેન્કિંગમાં લગાવી મોટી છલાંગ
નવી દિલ્હી: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ત્રણ મેચની T20 સિરીઝ (IND vs BAN T20)ની બીજી મેચ આજે દિલ્હીમાં રમાવાની છે, એ પહેલા ICC દ્વારા નવી રેન્કિંગ (ICC Ranking) જાહેર કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા(Hardik Pandya)એ ઓલરાઉન્ડરોની લીસ્ટમાં મોટી છલાંગ લગાવી છે. હાર્દિક પંડ્યા હવે ત્રીજા ક્રમે પહોંચી ગયો છે, બાંગ્લાદેશ સામે હજુ બે મેચ બાકી છે, હાર્દિક આ મેચમાં સારું પ્રદર્શન કરીને નંબર વન ઓલરાઉન્ડર બની શકે છે.
| Also Read: બાંગ્લાદેશના આ ભૂતપૂર્વ કૅપ્ટને જાહેર કરી દીધી નિવૃત્તિ
ICC દ્વારા જાહેર કરવામાં આવેલી નવી T20 રેન્કિંગમાં ઓલરાઉન્ડરોની યાદીમાં ઈંગ્લેન્ડનો લિયામ લિવિંગસ્ટન પ્રથમ નંબરે છે, હાલમાં તેનું રેટિંગ 253 છે. નેપાળનો દીપેન્દ્ર સિંહ એરી બીજા સ્થાને છે, તેનું રેટિંગ 235 છે. હાર્દિક પંડ્યા ચાર સ્થાનની છલાંગ લગાવીને ત્રીજા નંબર પર પહોંચી ગયો છે, હાલમાં તેનું રેટિંગ 216 છે.
હાર્દિક પંડ્યાના આગળ વધવાથી ઘણા ખેલાડીઓને નુકસાન થયું છે. માર્કસ સ્ટોઇનિસ હવે 211 રેટિંગ સાથે નંબર એક સ્થાન પાછળ 4 પર પહોંચી ગયો છે. ઝિમ્બાબ્વેના સિકંદર રઝાએ પણ એક સ્થાન પાછળ ગયો છે, તે હવે 208 રેટિંગ સાથે 5માં નંબરે છે. વાનિન્દુ હસરંગા હવે એક સ્થાનના નુકસાન સાથે 6ઠ્ઠા નંબર પર છે, તેનું રેટિંગ 206 છે. અફઘાનિસ્તાનનો. મોહમ્મદ નબી પણ એક સ્થાન નીચે સરક્યો છે, 205 રેટિંગ સાથે 7માં નંબર પર છે.
| Also Read: Hardik Pandyaનો આ સ્વેગ તો નહીં જ જોયો હોય, આને કહેવાય કોન્ફિડન્સ…
ગ્વાલિયરમાં બાંગ્લાદેશ સામે રમાયેલી પ્રથમ મેચમાં હાર્દિક પંડ્યાએ બોલ અને બેટ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે ચાર ઓવર નાખી અને 26 રન આપ્યા અને એક વિકેટ લીધી. બેટિંગમાં તેણે માત્ર 16 બોલમાં 39 રન ફટકાર્યા હતાં, તેણે પાંચ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતાં.