સ્પોર્ટસ

હાર્દિક પંડ્યા ‘ભાજપ’માં જોડાયો, જાણી લો વાઈરલ ન્યૂઝની હકીકત

મુંબઈઃ લોકસભાની ચૂંટણી પહેલા તબક્કાના મતદાન માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, જેમાં દેશમાં સાત તબક્કામાં મતદાન કરવામાં આવશે. આ ચૂંટણીના પરિણામો ચોથી જૂનના આવશે. હાલમાં આઈપીએલના સ્ટાર ક્રિકેટરને લઈ રોજ અવનવા દાવા કરવામાં આવી રહ્યા છે, જેમાં હાર્દિક પંડ્યાને લઈ મોટો દાવો કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પરના અગ્રણી પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ઈન્દોર એક્સ્પલોરર નામના એકાઉન્ટ યૂઝરે એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે, જેમાં ટીમ ઈન્ડિયાના ક્રિકેટર હાર્દિક પંડ્યાએ ભાજપ (ભારતીય જનતા પાર્ટી) જોઈન કર્યું હોવાનું લખ્યું છે.

વીડિયોની પોસ્ટમાં કેપ્શન લખ્યું હતું કે જય શાહે જ્યારે કેપ્ટનપદેથી હાર્દિક પંડ્યાને હટાવ્યો તો અમિત શાહે પોતાની પાર્ટીમાં જોઈન કરાવી. બીજી બાજુ કેપ્શનમાં લખ્યું હતું કે ક્યા લગતા હૈ. આ વીડિયો વાઈરલ થયા પછી અનેક લોકોએ તેની સાચું માની લીધી હતી, પરંતુ એ હકીકત નથી. સેંકડો લોકોએ તેના કમેન્ટ આપવા સાથે હજારો લોકોએ લાઈક પણ આપી હતી. વીડિયોમાં અમિત શાહની સ્પીચ સાથે બેકગ્રાઉન્ડમાં ગીત પણ વાગે છે.

વાસ્તવમાં એની તપાસ કરતા માલુમ પડ્યું છે કે વીડિયો જૂનો છે. એક કાર્યક્રમ વખતે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને હાર્દિક પંડ્યા સાથે હતા, જ્યારે હકીકત તપાસ કરતા ખબર પડી છે કે એ વીડિયોમાં કરવામાં આવેલા દાવા તદ્દન ખોટા છે. જોકે, આ વીડિયો વાઈરલ થયા પછી પણ અનેક યૂઝરે એની ઝાટકણી કાઢી હતી.

હાલમાં જનરલ ઈલેક્શનની સાથે સાથે આઈપીએલ મેચ ચર્ચામાં છે. આઈપીએલની રમતમાં પણ ખાસ કરીને મુંબઈ ઈન્ડિયન્સ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા અને રોહિત શર્મા મુખ્યત્વે ચર્ચાનો વિષય છે. મુંબઈનો કેપ્ટન બન્યા પછી ત્રણ મેચની નિષ્ફળતા પછી મળેલી એક સફળતાને લઈ હાર્દિક ફરી લાઈમલાઈટમાં આવ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ