Hardik Pandyaએ જે બેટથી નો લુક શોટ માર્યો એ બેટની કિંમત કેટલી છે, જાણો છો? જાણશો તો…
ટીમ ઈન્ડિયાના ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) હાલમાં પોતાની દમદાર ગેમની સાથે સાથે જ પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે. જ્યારથી આ વર્ષે હાર્દિક પંડ્યાએ પત્ની નતાસા સ્ટેન્કોવિક (Natasa Stankovik) સાથે છૂટાછેડાની જાહેરાત કરી છે ત્યારથી તો દર બીજા દિવસે હાર્દિક કે નતાસા કોઈને કોઈ કારણસર લાઈમલાઈટમાં આવતા રહે છે. હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનો મધ્યમ સ્પીડનો બોલર અને બેટ્સમેન છે. પણ શું તમને કોઈ પૂછે છે કે હાર્દિક પંડ્યા જે બેટથી દમદાર શોટ્સ રમે છે એ બેટની કિંમત કેટલી છે? ચાલો તમને જણાવીએ…
આ પણ વાંચો: Cricket Updates: હાર્દિક પંડ્યા T20 ક્રિકેટમાં નં.1 ઓલ રાઉન્ડર બની શકે છે! ICC રેન્કિંગમાં લગાવી મોટી છલાંગ
હાર્દિક પંડ્યા અત્યાર સુધી 202 ઇન્ટરનેશનલ મેચ રમ્યો છે, જેમાંથી 11 ટેસ્ટ, 86 વનડે અને 105 ટી-20 ઈન્ટરનેશનલ મેચનો સમાવેશ થાય છે. આ સિવાય હાર્દિકે 3942 ઈન્ટરનેશનલ રન બનાવ્યા છે, જેમાં 592 ટેસ્ટ, 1769 વનડે અને 1641 ટી-20 ઈન્ટરનેશનલ રનનો સમાવેશ થાય છે.
વાત કરીએ હાર્દિક પંડ્યા અન્ય ક્રિકેટરોની જેમ જ ઈંગ્લિશ વિલો બેટનો ઉપયોગ કરે છે અને હાર્દિક મોટાભાગે એસજી સેવેજ સ્ટ્રાઈક બેટથી રમતો જોવા મળે છે. આ બેટની કિંમત અલગ અલગ ઈકોમર્સ વેબસાઈટ પર અલગ અલગ જણાવવામાં આવી છે. પણ એસજી સેવેજની ઓફિશિયલ વેબસાઈટ પર આ બેટની કિંમત 35,000 રૂપિયા જણાવવામાં આવી છે. અન્ય એક ઈ કોમર્સ વેબ સાઈટ પર આ બેટની કિંમત 99,000 રૂપિયા સુધી હોવાનું જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો: હાર્દિક પંડ્યા 18 કરોડ રૂપિયા મેળવવાને લાયક નથી, જાણો કોણે આપ્યું આવું ચોંકાવનારું નિવેદન
અત્રે ઉલ્લેખનીય છે કે ઈંગ્લિશ વિલો લાકડામાંથી બનાવવામાં આવેલા બેટ અન્ય બેટની સરખામણીએ થોડી મોંઘી છે. ચોંકી ગયા ને, હાર્દિક પંડ્યાના બેટની કિંમત સાંભળીને? આ માહિતી તમે પણ લોકો સાથે શેર કરીને એમના જ્ઞાનમાં પણ અભિવૃદ્ધિ કરજો…