સ્પોર્ટસ

હાર્દિક પંડ્યા કાર સાફ કરતી વખતે ગર્લફ્રેન્ડ માહિકા સાથે થયો રૉમેન્ટિક

નવી દિલ્હીઃ ભારતનો નંબર-વન પેસ બોલિંગ ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) ગર્લફ્રેન્ડ માહિકા શર્મા (Mahieka Sharma) સાથેની રિલેશનશિપને સોશ્યલ મીડિયામાં જાહેર કરી દીધી છે ત્યારથી તેની સાથેની મસ્તીમજાક અને રૉમેન્ટિક (Romentic) ક્ષણોને મીડિયામાં શૅર કરતા જરાય નથી અચકાતો અને એવી જ એક પળને લગતો વીડિયો શૅર કર્યો છે જેમાં હાર્દિક કાર વૉશ (car wash) કરતી વખતે માહિકા સાથે રૉમેન્ટિક થઈ ગયેલો જોવા મળે છે.

આમ તો હાર્દિકની ઘણી તસવીરો અને વીડિયો શૅર કરવામાં આવેલી પોસ્ટમાં છે, પણ કાર-વૉશ વખતે માહિકા સાથેની તેની હળવી પળો અત્યારે સૌથી વધુ ચર્ચામાં છે.

હાર્દિક અને માહિકાની છેલ્લી કેટલીક તસવીરો અને વીડિયો જોતાં લાગે છે કે તેઓ એકમેકને ખૂબ પસંદ કરે છે. એ રીતે, હાર્દિકે નતાશા સ્ટૅન્કોવિચ સાથેના છૂટાછેડા બાદ નવી પ્રાઇવેટ લાઇફ સૌની સામે જાહેર કરી દીધી છે અને ભૂતકાળ ભૂલીને આ નવી જિંદગી તે ખૂબ માણી રહ્યો છે.

થોડા સમય પહેલાં હાર્દિકે માહિકા સાથેની સમુદ્ર-કિનારા પરની તસવીર શૅર કરી હતી. હાર્દિકની એક તસવીર પુત્ર અગસ્ત્ય સાથેની છે.

અર્થશાસ્ત્ર અને ફાઇનૅન્સમાં ડિગ્રી પ્રાપ્ત કરનાર માહિકા શર્મા ઍક્ટર અને મૉડેલ છે. તે કેટલીક લોકપ્રિય બૅ્રન્ડ તેમ જ મ્યૂઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. તે જાણીતા ડિઝાઇનરોના શૉમાં પણ ભાગ લઈ ચૂકી છે.

આપણ વાંચો:  પીએમ મોદીને મળવા દિલ્હી પહોંચી ભારતની વર્લ્ડ ચૅમ્પિયન ટીમ

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button