સ્પોર્ટસ

હાર્દિકની કમર પર હાથ રાખીને સેલ્ફી લીધી! ચાહકની હિંમતને દાદ દેવી પડે!

હૈદરાબાદ (HYDERABAD)ના મેદાન પર અમ્પાયરો અને સિક્યૉરિટી ગાર્ડ આ ડ્રામા જોતા રહ્યાઃ એ પહેલાં, અભિષેક સાથે ચાહકે જબરદસ્તીથી સેલ્ફી લીધી

હૈદરાબાદઃ ભારતમાં ક્રિકેટ મૅચ દરમ્યાન યુવાન દોડી આવવાની ઘટના હવે જાણે સાવ સામાન્ય થઈ ગઈ છે, કારણકે અગાઉ દેશના મેદાનો પર આવું ઘણી વાર બન્યું હતું અને એમાં રવિવારે રાંચીના મેદાન પર સેન્ચુરિયન વિરાટ કોહલી પાસે તેનો ચાહક દોડી આવ્યો અને સીધો તેને પગે પડ્યો એ ઘટના હજી લોકોના દિમાગમાંથી નહીં ગઈ હોય ત્યાં હૈદરાબાદમાં મંગળવારે ગજબ થઈ ગયું. બરોડાના ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા સાથે સેલ્ફી લેવા તેનો યુવાન ચાહક તેની પાસે દોડી આવ્યો હતો, તેની કમર પર હાથ રાખીને સેલ્ફી લીધી હતી અને ત્યાર પછી ખુદ હાર્દિકે સલામતી રક્ષકને વિનંતી કરી હતી કે એ યુવાન સામે કંઈ જ પગલાં નહીં ભરતા.

એટલું જ નહીં, આ જ મૅચમાં બરોડાની પહેલાં બૅટિંગ કરનાર પંજાબની ટીમના ઓપનર અભિષેક શર્મા પાસે તેનો એક ચાહક દોડી આવ્યો હતો અને જબરદસ્તીથી તેની સાથે સેલ્ફી લીધી હતી.

આ પણ વાચો : કોહલીના રંગમાં ભંગઃ સદીના સેલિબ્રેશન વખતે તેનો ચાહક સલામતી કવચ ભેદીને દોડી આવ્યો અને પગે પડ્યો

બે મહિના પછી પહેલી વાર મેદાન પર રમવા ઊતરેલા હાર્દિક પંડ્યાએ પંજાબ સામે બરોડાને વિજય તો અપાવ્યો, પણ એ પહેલાં ગ્રાઉન્ડ પર તેને એક અનોખો અનુભવ થયો હતો જેમાં તેનો એક ચાહક તેની પાસે દોડી આવ્યો અને તેની સાથે સેલ્ફી પડાવવાનો આગ્રહ કરીને પળવારમાં સેલ્ફી લીધી હતી.

મૅચ પહેલાં સ્ટેડિયમની બહાર કેટલાક ક્રિકેટપ્રેમીઓ બૅનર લઈને ઊભા હતા જેમાંના એક યુવાન તેના બૅનરમાં આવું લખીને આવ્યો હતો, ` પંડ્યા કૌન, બરોડા કા ડૉન’.

આ પણ વાચો : રોહિત શર્મા અપશબ્દ બોલ્યો? કોના માટે? ક્રિકેટચાહકોમાં ચર્ચા

આ મૅચમાં કૅપ્ટન અભિષેક શર્માના 50 રન અને અનમોલપ્રીત સિંહના 69 રનની મદદથી પંજાબે આઠ વિકેટે 222 રન કર્યા બાદ બરોડાએ હાર્દિકના 77 રનની મદદથી 19.1 ઓવરમાં ત્રણ વિકેટે 224 રન કરીને વિજય મેળવી લીધો હતો.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button