હાર્દિક પંડ્યાએ મેચ જિત્યા બાદ કોને કર્યો વીડિયો કોલ?
ક્રિકેટ ફેન્સ અને એમાં પણ ખાસ કરીને ભારતીય ફેન્સ માટે એકદમ ખુશીનો માહોલ છે, કારણ કે ઈન્ડિયન ક્રિકેટ ટીમે ટી20 વર્લ્ડકપની ટ્રોફી પોતાના નામે કરી છે. સોશિયલ મીડિયા પર લોકોએ આ જિતનો હીરો ગણાવ્યો હતો હાર્દિક પંડ્યા. હવે હાર્દિક પંડ્યાની પત્ની નતાશાએ પણ પતિ હાર્દિક માટે પોસ્ટ કરી છે અને જિત બાદ હાર્દિકે પણ નતાશાને વીડિયો કોલ કર્યો હોવાની ચર્ચા ચાલી રહી છે.
સોશિયલ મીડિયા પર હાર્દિકના ફોટો વાઈરલ થઈ રહ્યા છે જેમાં તે કોઈ સાથે વાત કરતો જોવા મળી રહ્યો છે અને લોકો એવો દાવો કરી રહ્યા છે કે હાર્દિક તેની પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે વાત કરી રહ્યો છે.
વાત કરીએ હાર્દિક અને નતાશાના સંબંધની તો છેલ્લાં કેટલાક સમયથી એવી ચર્ચા ચાલી રહી હતી કે બંને વચ્ચે કંઈક ઠીક નથી ચાલી રહ્યું અને બંને જણ છુટાછેડા લઈ રહ્યા છે. પરંતુ આ બધા વચ્ચે હવે સોશિયલ મીડિયા પર એવા ફોટો વાઈરલ થઈ રહ્યા છે જેમાં હાર્દિક પંડ્યા પીચ પર બેસીને કોઈ સાથે વીડિયો કોલ પર વાતો કરી રહ્યો છે. આ ફોટો વાઈરલ થયા બાદ ફેન્સ એવી અટકળો લગાવી રહ્યા છે કે હાર્દિક નતાશા સાથે વાત કરી રહ્યો છે.
આ પણ વાંચો : ડેડી વિરાટ કોહલીની જિત બાદ પણ ડાર્લિંગ ડોટર વામિકાને સતાવી આ વાતની ચિંતા…
સોશિયલ મીડિયા યુઝર્સ અને હાર્દિકના ફેન્સ તો આ ફોટો જોઈને એકદમ ખુશ થઈ ગયા હતા અને તેમણે કમેન્ટ બોક્સમાં પોતાની લાગણીઓ પણ વ્યક્ત કરી હતી. વળી કેટલાક લોકો એવા પણ છે કે જેઓ એવું કહી રહ્યા છે કે હાર્દિક પોતાની માતા કે ભાઈ કુણાલ પંડ્યા સાથે વાત કરી રહ્યા છે, કારણ કે દરેક મેચ બાદ હાર્દિક તેમને કોલ કરે છે.
જોકે, હવે સાચું-ખોટું તો રામ જાણે કે ભાઈ આખરે હાર્દિક વીડિયો કોલ પર કોની સાથે વાત કરી રહ્યો હતો? પર કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહેના….