ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Team India’s All Rounder Hardik Pandya) હાલમાં ભલે શ્રીલંકાના પ્રવાસ પર છે પણ તે પોતાની ગેમ કરતાં પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં છે. હાલમાં જ હાર્દિક પંડ્યાએ મોડેલ નતાસા સ્ટેનકોવિક (Natasa Stankovik) સાથેના ચાર વર્ષના લગ્ન જીવનનો અંત આણતા ડિવોર્સની જાહેરાત કરી હતી. હવે ફરી એક વખત હાર્દિક ચર્ચામાં આવ્યો છે અને એનું કારણ છે તેણે પત્ની નતાસાની પોસ્ટ પર કરેલી કમેન્ટ. ડિવોર્સ બાદ પહેલી વખત હાર્દિક પંડ્યાએ પત્ની નતાસાની પોસ્ટ પર કમેન્ટ કરી છે, આવો જોઈએ શું છે આ કમેન્ટ-
નતાસા ડિવોર્સ બાદ હવે પોતાના પિયર સર્બિયા પાછી ફરી છે અને ત્યાંથી તેણે પોતાના દીકરા અગસ્ત્ય સાથેના કેટલાક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. મજાની વાત તો એ છે કે નતાસાની આ પોસ્ટ પર હાર્દિકે કમેન્ટ કરી છે. હાર્દિકે આ ફોટો પર પ્રેમ વરસાવતા રેડ કલરના હાર્ટવાળી ઈમોજી પોસ્ટ કરી છે. સોશિયલ મીડિયા પર હાર્દિક પંડ્યાની આ કમેન્ટ્સ વાઈરલ થઈ રહી છે.
પંડ્યાએ નતાસાની પોસ્ટ પર એક નહીં બે કમેન્ટ કરી છે અને બીજા કમેન્ટમાં હાર્દિક પંડ્યાએ પ્રેમ વરસાવતો અને ઈવિલ આઈનું ઈમોજી શેર કરી છે. આ પહેલાં પણ નતાસાએ ડિવોર્સ બાદ દીકરા અગસ્ત્ય અને નવા ઘરના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આ ફોટો પણ સોશિયલ મીડિયા પર ખાસા એવા વાઈરલ થયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે હાર્દિક અને નતાસાએ 2020માં કોર્ટ મેરેજ કર્યા હતા અને 30મી જુલાઈ, 2020ના એક દીકરાને જન્મ આપ્યો હતો. આ દીકરાનું નામ તેમણે અગસ્ત્ય રાખ્યું હતું. ત્યાર બાદ 2023માં બંને જણે હિંદુ અને ક્રિશ્ચિયન એમ બંને રીત-રિવાજોથી લગ્ન કર્યા હતા.
લગ્નના ચાર વર્ષ બાદ છેલ્લાં કેટલાક સમયથી કપલ વચ્ચે કંઈક ઠીક નથી ચાલી રહ્યું એવી ચર્ચા થઈ રહી હતી. આખરે ગયા અઠવાડિયે જ હાર્દિક-નતાસાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ઓફિશિયલી છુટાછેડાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ બંનેના ફેન્સ ખૂબ જ દુઃખી થયા હતા.