હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકા સાથે ઉજવ્યો 32મો બર્થડે | મુંબઈ સમાચાર
મનોરંજનસ્પોર્ટસ

હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકા સાથે ઉજવ્યો 32મો બર્થડે

નવી દિલ્હીઃ ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા અનફિટ હોવાને લીધે હમણાં ટીમ ઇન્ડિયાથી દૂર છે, પરંતુ ઍક્ટર-મૉડેલ નતાશા સ્ટૅન્કોવિચ સાથે ડિવૉર્સ લીધાના એક વર્ષ બાદ થોડા સમયથી મૉડેલ અને સોશ્યલ મીડિયા ઇન્ફ્લૂએન્સર માહિકા શર્મા સાથે ચર્ચામાં રહે છે અને ખાસ વાત એ છે કે શનિવારે 11મી ઑક્ટોબરે હાર્દિકે પોતાનો બર્થડે (Birthday) માહિકા સાથે ઉજવ્યો હતો.

ગર્લફ્રેન્ડ માહિકા સાથેની રિલેશનશિપ જાહેર કરી ચૂકેલો હાર્દિક બીચ પર તેની સાથે વેકેશનની મોજ માણી રહેલો કેટલાક ફોટોમાં જોવા મળી રહ્યો છે. બન્નેએ માલદીવમાં એકમેક સાથે ઘણો સમય માણ્યો હતો.

આ પણ વાંચો: નતાસા અને જેસ્મિન બાદ હાર્દિક પંડ્યાની લાઇફમાં નવી લેડી લવ, કોણ છે માહિકા શર્મા?

હાર્દિકે ઇન્સ્ટાગ્રામ પર પોતાના જન્મદિનના જશનની તસવીરો અને વીડિયો પોસ્ટ કર્યા છે. એમાંની એક તસવીરમાં હાર્દિક બીચ પર માહિકાના ખભા પર હાથ રાખીને ઊભેલો જોવા મળે છે. બીજી તસવીરમાં તેઓ બન્ને નાઇટ-આઉટ માટે તૈયાર હોવાનું જોવા મળે છે. અન્ય તસવીરમાં માહિકા બાથરૉબમાં પણ જોવા મળી છે.

હાર્દિક (Hardik) 10મી ઑક્ટોબરે જ માહિકાની સાથે ઍરપોર્ટ પર જોવા મળ્યો હતો. ત્યાર પછી બન્ને પ્રેમીઓ મૅચિંગ આઉટફીટમાં જોવા મળ્યા હતા. હવે તેમણે માલદીવમાં ચાલી રહેલા પોતાના વેકેશનની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. તેમણે જે વીડિયો શૅર કર્યો છે એમાં બૅકગ્રાઉન્ડ મ્યૂઝિક તરીકે ` બિટર સ્વીટ સિમ્ફની’ સૉન્ગનો ઉપયોગ કર્યો છે.

આ પણ વાંચો: એશિયા કપમાં કમબેક પહેલા હાર્દિક પંડ્યાનો નવો લૂક; ચાહકોએ આ ખેલાડી સાથે સરખામણી કરી

કોણ છે માહિકા શર્મા?

હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા (Mahieka Sharma) 24 વર્ષની છે. ફૅશન ઇન્ડસ્ટ્રીમાં તે ખૂબ જાણીતી છે. 2024ના ઇન્ડિયન ફૅશન અવૉર્ડ્સમાં માહિકા મૉડેલ ઑફ ધ યર (ન્યૂ એજ)નો પુરસ્કાર જીતી હતી. માહિકા દિલ્હીની સ્કૂલમાં ભણી હતી. ત્યાર બાદ તેણે ઇકૉનોમિક્સ અને ફાઇનૅન્સમાં ગૅ્રજ્યૂએશન કર્યું હતું. ત્યાર પછી તેણે અનેક ઇન્ટર્નશિપ કરી હતી જેનાથી તેને મૉડલિંગ અને અભિનયમાં આગળ વધવામાં મદદ મળી હતી.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button