સ્પોર્ટસ

Happy Birthday: આ કારણે ટીમ ઈન્ડિયાના કેપ્ટને બે વાર લગ્ન કર્યા હતા

ક્રિકેટની દુનિયામાં તમે એક વાર ટીમમાંથી બહાર થઈ જાવ કે ક્રિકેટ રમવાનું છોડી દો પછી લોકો તમને યાદ કરતા નથી, પરંતુ આજના બર્થ ડે સેલિબ્રિટી હજુ પણ લોકોમાં એટલા જ પ્રિય છે. જોકે તે ક્રિકેટજગત સાથે જોડાયેલા પણ છે. પોતાના સમયના ખૂબ આક્રમક અને તેજતર્રાર રહી ચૂકેલા દાદા એટલે કે સૌરવ ગાંગુલીનો આજે જન્મદિવસ છે. 8મી જુલાઈ, 1972માં જન્મેલા સૌરવ ગાંગુલીની બેટિંગ અને બોલિંગ બન્ને લોકોમાં પ્રિય હતી. આ સાથે તેમની કેપ્ટનશિપ પણ ભારતીય ટીમ માટે ઘણી સફળતાઓ લઈને આવી. (Happy birthday Saurav Ganguli)

જોકે આજે અમે તમને તેમની લવસ્ટોરી કહીશુ, તે પણ તેમના ક્રિકેટ કરિયર જેટલી રસપ્રદ છે.

સૌરવ ગાંગુલીની પત્ની ડોના રૉય (Dona Roy)તેની પડોશી અને બાળપણની મિત્ર હતી. આ મિત્ર ગર્લફ્રેન્ડ ક્યારે બની ગઈ તે બંન્ને ખબર ન પડી અને બન્નેએ લગ્ન કરવાનું નક્કી કર્યું, પણ સૌરવ અને ડોનાના પરિવારો આ લગ્નનો સખત વિરોધ કરતા હતા.

પણ બે પ્રેમીઓ માને તેમ ન હતા. બન્નેએ 1996માં ચોરીછુપે લગ્ન કરી લીધા ને સૌરવ ગાંગુલી ગયો શ્રીલંકાના પ્રવાસે. પાછળથી બન્નેના ઘરનાને ખબર પડી, જોકે સંતાનોની જીદ સામે સૌરવનો પરિવાર ઝૂકી ગયો અને તેમણે ડોનાને અપનાવી. ત્યારબાદ 1997માં બન્નેએ રીતરિવાજ મુજબ ફરી ધામધૂમથી લગ્ન કર્યા. આ રીતે સૌરવે બે લગ્ન કર્યા પણ એક જ છોકરી સાથે.

જોકે કેપ્ટન બન્યો ત્યારબાદ સૌરવનું નામ અભિનેત્રી નગ્મા સાથે જોડાયું હતું, પરંતુ તે અફવામાં ખપાવવામાં આવ્યું હતું. સૌરવની પત્ની ડોના પણ ઓડિસી ડાન્સર છે અને પોતાનું કરિયર ધરાવે છે.

સૌરવ દાદાના હુલામણા નામથી ઓળખાઈ છે, પરંતુ ખરા અર્થમાં તેણે ભારતીય ટીમને દાદાગીરી કરતા શિખવાડી. વિદેશી ધરતી પર ભારતની ટીમ સ્પર્ધક ટીમને ટક્કર આપતી અને મેદાનમાં તેમની બદમાશીનો જવાબ આપતી પણ થઈ ગઈ. સૌરવે મહેન્દ્ર સિંહ ધોની, યુવરજ સિંહ અને વિરેન્દ્ર સહેવાગ જેવા યુવાનોને ટીમમાં સ્થાન આપી મજબૂત ટીમ બનાવી. આ ખેલાડીઓએ પણ ગાંગુલીના નિર્ણયને ખોટો સાબિત ન થવા દીધો અને ક્રિકેટજગતના હીરા સાબિત થયા. ભારતીય ક્રિકેટ પર જ્યારે ફિક્સિંગ જેવા વિવાદોનો વાદળો ઘેરાયા અને સિચન તેંડુલકરે કેપ્ટનશિપ માટે ના પાડી ત્યારે ગાંગુલીએ કમાન સંભાળી અને ભારતીય ક્રિકેટ ટીમને વિશ્વમાં ડંકો વગાડતી કરી દીધી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત