સ્પોર્ટસ

હનુમા વિહારીનો મોટો ખુલાસો- એક રાજકારણીના દીકરાને ઠપકો આપવા પર છીનવાઇ મારી કેપ્ટનશિપ

બેંગલુરુ: વરિષ્ઠ બેટ્સમેન હનુમા વિહારીએ સોમવારે આંધ્ર ક્રિકેટ એસોસિએશન પર તેની સાથે ખરાબ વર્તન કરવા બદલ પ્રહાર કરતા કહ્યું કે તે ક્યારેય આંધ્ર પ્રદેશ તરફથી રમશે નહીં. ક્વાર્ટર ફાઇનલમાં મધ્ય પ્રદેશ સામે ચાર રને હાર્યા બાદ આંધ્ર પ્રદેશની ટીમની રણજી ટ્રોફીની સફરનો અંત આવ્યો હતો.
વિહારીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે દુ:ખની વાત એ છે કે યુનિયન માને છે કે તેઓ જે પણ કહે છે તે ખેલાડીઓએ સાંભળવું પડશે અને તેમના કારણે ખેલાડીઓ ત્યાં છે. મેં નિર્ણય લીધો છે કે હું આંધ્ર પ્રદેશ તરફથી ક્યારેય રમીશ નહીં જ્યાં મે મારું આત્મસન્માન ગુમાવી દીધું છે. તેણે લખ્યું હતું કે હું ટીમને પ્રેમ કરું છું. અમે દરેક સિઝનમાં જે રીતે આગળ વધી રહ્યા છીએ તે મને ગમે છે પરંતુ સંઘ ઇચ્છતું નથી કે અમે પ્રગતિ કરીએ. ભારત માટે 16 ટેસ્ટ રમનાર મિડલ ઓર્ડર બેટ્સમેન વિહારીએ આંધ્રના કેપ્ટન તરીકે સિઝનની શરૂઆત કરી હતી પરંતુ ગયા વર્ષના રનર્સ-અપ બંગાળ સામેની પ્રથમ મેચ બાદ તેણે પદ છોડ્યું હતું. રિકી ભુઈએ સિઝનની બાકીની મેચોમાં ટીમનું નેતૃત્વ કર્યું અને હવે તે વર્તમાન સિઝનમાં 902 રન સાથે સૌથી સફળ બેટ્સમેન છે. વિહારીએ તે સમયે કેપ્ટનશિપ છોડવા માટે `વ્યક્તિગત કારણો’ને જવાબદાર ગણાવ્યા હતા પરંતુ હવે જમણા હાથના બેટ્સમેને કહ્યું કે એસોસિએશને તેને રાજીનામું આપવા કહ્યું હતું. વિહારીએ કહ્યું, હું બંગાળ સામેની પ્રથમ મેચમાં કેપ્ટન હતો. તે મેચ દરમિયાન મેં 17મા ખેલાડી પર બૂમો પાડી અને તેણે તેના પિતા (જે એક રાજકારણી છે)ને ફરિયાદ કરી, તેના પિતાએ એસોસિએશનને મારી સામે પગલાં લેવા કહ્યું. તેણે કહ્યું હતું કે “અમે બંગાળ સામે 410 રનનો પીછો કર્યો હતો, જેણે ગયા વર્ષે ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું, પરંતુ મારી કોઈ ભૂલ વિના મને કેપ્ટનશિપમાંથી રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું હતું.” ગત વર્ષની રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ મધ્ય પ્રદેશ સામેની મેચને યાદ કરતાં 30 વર્ષીય વિહારીએ કહ્યું કે તેણે ટીમ માટે પોતાનું શરીર જોખમમાં મૂક્યું હતું. તેના જમણા હાથની ઈજાને કારણે તે મેચમાં તેને ડાબા હાથે બેટિગ કરવાની ફરજ પડી હતી પરંતુ તે આંધ્રને બહાર થતા અટકાવી શક્યો ન હતો. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button