ગુકેશ-લિરેન પાંચ કલાક સુધી ઝઝૂમ્યા અને 13મી ગેમનું આવ્યું આ પરિણામ…
સિંગાપોરઃ ચેન્નઈમાં રહેતો 18 વર્ષનો ડી. ગુકેશ ડિફેન્ડિંગ વર્લ્ડ ચૅમ્પિયન ચીનના 32 વર્ષની ઉંમરના ડિન્ગ લિરેનને વર્લ્ડ ચેસ ચૅમ્પિયનશિપમાં જોરદાર લડત આપી રહ્યો છે આજે બન્ને માટે જીતવું અત્યંત જરૂરી હતું, પરંતુ પાંચ કલાક સુધી ચાલેલા મુકાબલામાં તેમની 13મી ગેમ છેવટે ડ્રૉમાં ગઈ હતી.
આ પણ વાંચો : AUS vs IND: ગાબામાં ટીમ ઇન્ડિયા ઈતિહાસનું પુનરાવર્તન કરી શકશે? જાણો કેવી રહેશે પીચ
ગુકેશ-લિરેન, બન્નેના એકસરખા 6.5-6.5 પૉઇન્ટ છે અને વર્લ્ડ ચૅમ્પિયનપદનો તાજ જીતવા માટે બન્નેને એક-એક પૉઇન્ટની જરૂર છે.
14મી અને છેલ્લી ગેમ આવતી કાલે (ગુરુવારે) રમાશે અને એ ગેમ પણ ડ્રૉ થશે તો તેમના 7-7 પૉઇન્ટ રહેશે અને મુકાબલો ટાઇ-બે્રકમાં જશે.
ગુકેશ સફેદ મ્હોરાથી રમ્યો હતો અને 69મી ચાલને અંતે બન્ને પ્લેયર ગેમને ડ્રૉમાં લઈ જવા માટે સહમત થયા હતા.
બન્ને ગૅ્રન્ડમાસ્ટર 14માંથી પહેલી ત્રણ ગેમમાંથી એક-એક ગેમ જીત્યા હતા અને એક ગેમ ડ્રૉ થઈ હતી. ચોથીથી દસમી ગેમ સુધીની તમામ સાત ગેમ ડ્રૉમાં ગઈ હતી. ત્યાર બાદ બન્ને હરીફ ખેલાડી વધુ એક-એક ગેમ જીત્યા અને હવે 6.5-6-5ના સ્કોર પર બરાબરીમાં છે.
આ પણ વાંચો : સોશિયલ મીડિયામાં ક્રિકેટપ્રેમીઓએ બાબરને ઉતારી પાડતી ટિપ્પણીઓ લખી
આજે ભારતના ચેસ-સમ્રાટ વિશ્વનાથન આનંદનો પંચાવનમો જન્મદિન હતો અને ગુકેશ જીતીને તેના બર્થ-ડેને યાદગાર બનાવી શક્યો હોત, પણ એમાં નિષ્ફળ ગયો હતો. જોકે ગુકેશ ગેમને ડ્રૉમાં લઈ જઈ શક્યો એ પણ મહત્ત્વનું કહેવાય.