ગુજરાતી ક્રિકેટર ચેતન સાકરિયાએ કરી સગાઇ, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી તસવીર
ભાવનગર: ઇન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૪ની હરાજી અગાઉ ગુજરાતના ઝડપી બોલર ચેતન સાકરિયાએ સગાઇ કરી હતી. દિલ્હી કેપિટલ્સના પૂર્વ ફાસ્ટ બોલર ચેતન સાકરિયાની સગાઈની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ચેતન સાકરિયાએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં તે પોતાના પાર્ટનર સાથે જોવા મળી રહ્યો છે. ચેતને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતાં જણાવ્યું કે, “એક સાથે શ્રેષ્ઠ પગલું ભરતા અમે કાયમ માટે સાથે રહેવાનો નિર્ણય લીધો છે. વાસ્તવમાં ચેતન સાકરિયા આઇપીએલ ૨૦૨૩માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમ્યો હતો, પરંતુ તાજેતરમાં જ દિલ્હી કેપિટલ્સે આ ફાસ્ટ બોલરને રિલીઝ કર્યો હતો. હવે ચેતન સાકરિયા આઇપીએલ ઓક્શન ૨૦૨૪નો ભાગ બનશે.આઇપીએલ ઓક્શન ૨૦૨૧માં દિલ્હી કેપિટલ્સે મોટી રકમ ખર્ચીને ચેતન સાકરિયાને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. તે હરાજીમાં દિલ્હી કેપિટલ્સે આ ઝડપી બોલર પર ૪.૨ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. અગાઉ ચેતન સાકરિયા રાજસ્થાન રોયલ્સ તરફથી રમી ચૂક્યો છે.