T20 World Cup 2024સ્પોર્ટસ

World Champion Team ઈન્ડિયાનું એરપોર્ટમાં કંઈક આ રીતે કરાયું સ્વાગત

મુંબઈઃ ઈન્ડિયન ક્રિકેટ ટીમે બારબાડોસમાં વિશ્વ ચેમ્પિયન બનીને ભારત આવી ચૂકી છે. પાટનગર દિલ્હી પછી આર્થિક મહાનગરી મુંબઈ પહોંચ્યા પછી ટીમ ઈન્ડિયાની ફ્લાઈટનું આગવા અંદાજમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. ટીમ ઈન્ડિયાની વોટર કેનનનીથી સેલ્યુટ આપવામાં આવી હતી. ટીમની વિકટરી પરેડ મરીન ડ્રાઈવ પર પાંચ વાગ્યે થવાની હતી, પરંતુ તેમાં વિલંબ થયો હતો.

આ પણ વાંચો: Victory Parade: ટીમ ઈન્ડિયા કડક બંદોબસ્ત વચ્ચે એરપોર્ટથી નીકળી

પાટનગર દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા પછી ટીમ ઈન્ડિયાની ફ્લાઈટ સાંજે મુંબઈ પહોંચી હતી. મુંબઈ એરપોર્ટ પર ફ્લાઈટ પહોંચ્યા પછી વોટર કેનનથી સેલ્યુટ આપવામાં આવી હતી. ટીમની વિકટરી પરેડ મુંબઈના મરીન ડ્રાઈવ પર સાંજના પાંચ વાગ્યાના સુમારે થવાની હતી, પરંતુ એરપોર્ટથી લઈને મરીન ડ્રાઈવ પહોંચવામાં કલાકો વીતી ગયા હતા, જ્યાં રસ્તાની ચારેબાજુ લાખો લોકોની જનમેદની જોવા મળી હતી.

ટીમ ઈન્ડિયા નરીમાન પોઈન્ટે પહોંચી હતી, જ્યાં વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે બ્લુ કલરની ઓપન બસને તૈયાર કરવામાં આવી હતી. બસમાં બેસીને પરેડ કાઢવામાં આવી હતી. અરબ સાગરની બાજુમાં માનવમહેરામણ એકત્ર થવાથી પ્રશાસનની પણ ચિંતામાં વધારો કર્યો હતો.

આ પણ વાંચો: … તો આ કારણે PM Narendra Modiએ ટ્રોફીને સ્પર્શ ના કર્યો?

પરેડ વખતે ટીમ ઈન્ડિયા સાથે આ રાજકારણી જોવા મળ્યા

ટીમ ઈન્ડિયાનું મુંબઈમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યા પછી ટીમ ઈન્ડિયા મરીન ડ્રાઈવ માટે નીકળી હતી. એરપોર્ટથી બસ રવાના થઈ ત્યારે વિરાટ કોહલીની પાસે કોંગ્રેસના જાણીતા નેતા રાજીવ શુક્લા બેઠા હતા. ટીમ ઈન્ડિયાની વિકટરી પરેડ નરીમાન પોઈન્ટથી શરુ થઈને વાનખેડે સ્ટેડિયમ પહોંચી હતી. બીસીસીઆઈએ વાનખેડે સ્ટેડિયમમાં વર્લ્ડ કપ વિજેટા ભારતીય ટીમનું સન્માન કરશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button