સ્પોર્ટસ

નિવૃત્તિ મુદ્દે ગ્લેન મેક્સવેલે આપ્યું મહત્ત્વનું નિવેદન

મેલબોર્નઃ ભારતના ઘરઆંગણે રમાયેલા વર્લ્ડ કપ 2023 ઓસ્ટ્રેલિયા જીતીને છઠ્ઠી વખત ચેમ્પિયન બન્યું હતું, જેમાં કાંગારુઓને વર્લ્ડ કપ જીતાડવા માટે ગ્લેન મેક્સવેલનું મોટું પ્રદાન રહ્યું હતું. ગ્લેન મેક્સવેલે તાજેતરમાં તેની રિટાયરમેન્ટથી લઈને અન્ય મુદ્દે સૌથી મોટું નિવેદન આપ્યું હતું.

સ્ટાર બેટ્સમેન ગ્લેન મેક્સવેલે કહ્યું હતું કે જ્યાં સુધી તે ચાલવામાં સમર્થ રહેશે ત્યાં સુધી આઈપીએલમાં રમવાનું ચાલુ રાખશે. આગામી વર્ષે ફરીથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમનાર મેક્સવેલે આજે કહ્યું હતું કે આઈપીએલ કદાચ તેની છેલ્લી ટૂર્નામેન્ટ હશે, પરંતુ તે રમતો રહેશે, કારણ કે હું જ્યાં સુધી રમવા માટે સમર્થ રહેશે ત્યાં સુધી આઈપીએલ રમશે.

મારી સમગ્ર કારકિર્દી દરમિયાન આઈપીએલની રમત મારા માટે સારી રહી છે. હું જે લોકોને મળ્યો, જે કોચ સાથે રમ્યો, પણ જ્યારે હું આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સાથે ખભે ખભા મિલાવીને રમતો એ પસંદ પડ્યું હતું. વાસ્તવમાં આ ટૂર્નામેન્ટ મારી સમગ્ર કારકિર્દી માટે ફાયદાકારક રહી હતી, એમ 35 વર્ષીય મેક્સવેલે જણાવ્યું હતું.

મને આશા છે કે અમારા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ આઈપીએલમાં ભાગ લઈ શકશે અને સારું પ્રદર્શન પણ કરશે. મેક્સવેલ એક દાયકાથી વધુ સમયથી આઈપીએલ સાથે સંકળાયેલો છે, જે 2012માં દિલ્હી ડેરડેવિલ્સ (હવે કેપિટલ) સાથે રમ્યો હતો. મેક્સવેલની સફળતાની સીઝન 2014માં આવી જ્યારે તેણે કિંગ્સ ઇલેવન પંજાબ (હવે પંજાબ કિંગ્સ) માટે પ્રદર્શન કર્યું હતું અને 187.75ના સ્ટ્રાઇક રેટથી 552 રન બનાવ્યા હતા.

2021ની હરાજી પછી આરસીબીમાં આવતા પહેલા તેની પાસે આગામી પાંચ વર્ષમાં માત્ર એક જ સારી સિઝન હતી. મેક્સવેલને આરસીબીએ રૂ. 14.25 કરોડમાં ખરીદ્યો હતો. મેક્સવેલે 2021, 2022 અને 2023 સીઝનમાં અનુક્રમે 513, 301 અને 400 રન બનાવ્યા હતા. છેલ્લી સિઝનમાં મેક્સવેલે 183.49ના સ્ટ્રાઈક રેટથી 400 રન બનાવ્યા હતા, જે 2014ની સિઝન પછીનો તેનો શ્રેષ્ઠ સ્કોર છે. વર્લ્ડ કપ 2023માં પણ સર્વોત્તમ પ્રદર્શન કરીને ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ કપ અપાવ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress