સ્પોર્ટસ

ગિલને ડાબા અંગૂઠામાં ફ્રેક્ચર થયું છે?: કેરળના ટૅલન્ટેડ બૅટરને તાબડતોબ પર્થ બોલાવાયો

પર્થઃ ઘરઆંગણે ન્યૂ ઝીલેન્ડ સામેની 0-3ની હાર બાદ ઑસ્ટ્રેલિયામાં પાંચ ટેસ્ટની શ્રેણી રમવા આવેલી ટીમ ઇન્ડિયાને હજી તો સિરીઝ શરૂ નથી થઈ ત્યાં એક પછી એક ઝટકો લાગી રહ્યો છે. પર્થ ખાતેની પ્રથમ ટેસ્ટ શરૂ થવાને માંડ ચાર દિવસ બાકી છે ત્યારે એ મૅચના સ્થળે પ્રેક્ટિસ દરમ્યાન અત્યાર સુધીમાં કુલ ચાર ભારતીય ખેલાડી ઈજા પામી ચૂક્યા છે. એમાંના સૌથી છેલ્લા કિસ્સામાં ઘાયલ થયેલા બૅટર શુભમન ગિલની ડાબા હાથના અંગૂઠાની ઈજા ગંભીર હોવાનું જણાય છે અને એટલે જ એક ટેસ્ટ રમી ચૂકેલા કેરળના બૅટર દેવદત્ત પડિક્કલને ઓસ્ટ્રેલિયામાં જ રહેવા જણાવાયું છે.

આક્રમક અને ટૅલન્ટેડ બૅટર પડિક્કલ ઇન્ડિયા ‘એ’ ટીમ સાથે ઓસ્ટ્રેલિયા આવ્યો છે અને તેને પર્થમાં ટેસ્ટ ટીમ પાસે પહોંચી જવા કહેવામાં આવ્યું છે.

ગિલની અગાઉ વિરાટ કોહલી, સરફરાઝ ખાન અને કેએલ રાહુલને પ્રૅક્ટિસ દરમ્યાન ઈજા થઈ હતી.
ગિલને ડાબા હાથના અંગૂઠામાં ફ્રેક્ચર થયું હોવાનું મનાય છે જેને લીધે તે શુક્રવાર, બાવીસમી નવેમ્બરે પર્થમાં શરૂ થનારી પહેલી ટેસ્ટમાં કદાચ નહીં રમે.

પડિક્કલને આ ટેસ્ટમાં રમવા મળશે કે કામ એ તો નક્કી નથી, પરંતુ ઈજાગ્રસ્ત બૅટર્સમાંથી કોઈ નહીં રમે તો તેને મોકો મળી શકે. છેલ્લા અઠવાડિયા દરમ્યાન તેણે ઓસ્ટ્રેલિયા ‘એ’ સામેની બે બિનસત્તાવાર ટેસ્ટમાં 36, 88, 26 અને એક રન બનાવ્યા હતા.

રોહિત શર્માની પત્ની રિતિકાએ પુત્રને જન્મ આપ્યો છે એટલે હવે રોહિત રજા ટૂંકાવીને વહેલાસર ઑસ્ટ્રેલિયા પહોંચી જાય અને પહેલી ટેસ્ટથી જ રમે એવું ખુદ ટીમના ખેલાડીઓ પણ ઇચ્છતા હશે.
ગિલ પ્રૅક્ટિસ દરમ્યાન સ્લિપમાં ફીલ્ડિંગ કરી રહ્યો હતો ત્યારે તેને ડાબા હાથમાં ઈજા પહોંચી હતી અને તે મેદાન પરથી જતો રહ્યો હતો.

ગિલ વનડાઉનમાં બૅટિંગ કરે છે, પરંતુ રોહિત શર્માએ પ્રથમ ટેસ્ટમાંથી પોતાની બાદબાકી કરી હતી એટલે ગિલને ઓપનિંગમાં યશસ્વી જયસ્વાલ સાથે રમવાનું ટીમ મૅનેજમેન્ટ કહેશે એવું માનવામાં આવતું હતું. હવે ખુદ ગિલ ઈજાગ્રસ્ત છે.

Also Read – ઑસ્ટ્રેલિયામાં ચોથો ભારતીય ખેલાડી ઘાયલ, હવે રોહિતનું વહેલાસર પહોંચી જવું અત્યંત જરૂરી

ઓપનિંગમાં યશસ્વીની સાથે કેએલ રાહુલનું નામ પણ ચર્ચામાં હતું, પરંતુ શુક્રવારે રાહુલને પ્રૅક્ટિસ દરમ્યાન કોણીમાં ઈજા થઈ હતી.
જોકે ઈજા પામેલા ભારતીય ખેલાડીઓમાંથી કોઈ ખેલાડી પ્રથમ ટેસ્ટમાં નહીં રમી શકે એવો કોઈ અહેવાલ નથી, કારણકે કોઈની પણ ઈજા ગંભીર નથી.

ભારતીય સ્ક્વૉડમાં અભિમન્યુ ઈશ્વરન પણ છે એટલે ટીમને ઓપનરની જરૂર પડશે તો તેને પણ ઇલેવનમાં સમાવી શકાશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button