
મુંબઈઃ T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. અક્ષર પટેલને વાઈસ કેપ્ટન બનાવાયો છે. શુભમન ગિલને કંગાળ ફોર્મ બદલ પડતો મૂકવામાં આવ્યો છે. જ્યારે ઋષભ પંતને પણ સ્થાન મળ્યું નથી.
ત્રણ ગુજરાતીને સ્થાન
આ ટીમમાં ત્રણ ગુજરાતીને સ્થાન મળ્યું છે. સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલ, મીડિયમ પેસ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ એમ ત્રણ ગુજરાતીને ટીમમાં સ્થાન મળ્યું છે.
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અક્ષર પટેલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, શિવમ દુબે, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહ અને ઈશાન કિશન (વિકેટકીપર).
T20 વર્લ્ડ કપ માટે જાહેર થયેલી ટીમ ન્યૂ ઝીલેન્ડ સામે 5 મેચની T20 સીરિઝ રમશે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ 7 ફેબ્રુઆરીએ મુંબઈમાં અમેરિકા સામે મેચ રમીને અભિયાનનો આરંભ કરશે. 12 ફેબ્રુઆરીએ દિલ્હીમાં નામિબિયા, 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં પાકિસ્તાન અને 18 ફેબ્રુઆરીએ અમદાવાદમાં નેધરલેન્ડ્સ સામે મેચ રમશે.
આ પણ વાંચો…માત્ર ₹100માં સ્ટેડિયમમાં બેસીને T20 વર્લ્ડ કપની મેચ જોઈ શકાશે, જાણો ટિકિટના ભાવ



