સ્પોર્ટસ

ઘાટકોપર જૉલી જિમખાના દ્વારા અન્ડર-15 ગર્લ્સ સિલેકશન ટ્રાયલ ટૂર્નામેન્ટનો આરંભ

મુંબઈઃ ગત ત્રણ વર્ષથી મુંબઇ ક્રિકેટ ઍસોસિયેશન (MCA)ના નેજા હેઠળ ઘાટકોપર જૉલી જિમખાના (GHATKOPAR JOLLY GYMKHANA) દ્વારા અન્ડર-15 ગર્લ્સ સિલેક્શન ટ્રાયલ ટૂર્નામેન્ટનું સફળતાપૂર્વક આયોજન કરીને આ વર્ષે 25-11-25થી 1-12-25 દરમ્યાન ચોથા વર્ષે પણ કરવામાં આવ્યું છે.

પચીસમી તારીખે એમસીએના સેક્રેટરી ઉન્મેશ ખાન્વિલકર તથા જોઇન્ટ સેક્રેટરી નીલેશ ભોસલેની ઉપસ્થિતિમાં ઘાટકોપર જૉલી જિમખાનાના સ્પોર્ટ્સ કો-ઑર્ડિનેટર પરાગ ગાંધી, કારોબારી સભ્યો, એમસીએના ઍપેક્સ કાઉન્સિલ મેમ્બર્સ, જૉલી જિમખાનાની સબ-કમિટીના સભ્યો અને મેમ્બર્સની હાજરીમાં સવારે 9.15 વાગ્યે કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: ઘાટકોપર જૉલી જિમખાનામાં ક્રિકેટની નવી સીઝનનો આરંભ

ઉન્મેશ ખાન્વિલકર તથા પરાગ ગાંધી દ્વારા રિબન કાપીને તથા શ્રીફળ વધેરીને ટૂર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી.

ઉન્મેશ ખાન્વિલકરે ખેલાડીઓને જણાવ્યું હતું કે ઘાટકોપર જૉલી જિમખાનામાં મહિલા ક્રિકેટનું આયોજન ખૂબ જ સુંદર રીતે થાય છે અને ગર્લ્સે આગવો પર્ફોર્મન્સ આ ટૂર્નામેન્ટમાં પણ દાખવીને આગળ આવવાનું છે.' તેમણે જૉલી જિમખાનાને બિરદાવતાં જણાવ્યું હતું કે મહિલા ક્રિકેટના આયોજનમાં એ હરહંમેશ સાથે જ હોય છે.’ ટૂર્નામેન્ટની ફાઇનલ 1-12-25ના રોજ રમાશે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button