સ્પોર્ટસ

ડબ્લ્યૂપીએલમાં યુપીની જ્યોર્જિયા વૉલ એક રન માટે `પ્રથમ’ સદી ચૂકી…

લખનઊઃ અહીં આજે મહિલાઓની આઇપીએલ એટલે કે વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)માં ડિફેન્ડિંગ ચૅમ્પિયન બેન્ગલૂરુ સામે યુપી વૉરિયર્ઝે 20 ઓવરમાં પાંચ વિકેટે 225 રન બનાવ્યા હતા જેમાં ઑસ્ટ્રેલિયન બૅટર અને ઓપનર જ્યોર્જિયા વૉલ (99 અણનમ, 56 બૉલ, એક સિક્સર, સત્તર ફોર)નું સૌથી મોટું યોગદાન હતું.

વૉલ ફક્ત એક રન માટે આ વખતની ડબ્લ્યૂપીએલની પ્રથમ સદી ચૂકી ગઈ હતી.
કિરણ નવગિરેએ 46 રન બનાવ્યા હતા અને ઓપનર ગે્રસ હૅરિસે 39 રન બનાવવાની સાથે વૉલ સાથે 77 રનની ભાગીદારી કરી હતી.

Also read : શુભમન ગિલના સ્ટેડીયમમાં મેચ જોવા આવેલી આ અભિનેત્રી ડેટ કરી રહ્યો છે! અટકળોએ જોર પકડ્યું

આ વખતની ડબ્લ્યૂપીએલમાં 90 કે 90-પ્લસના સ્કોર ચાર વખતે નોંધાયા છે, પરંતુ એક પણ બૅટર સદી નથી કરી શકી. ગુજરાત જાયન્ટ્સની બેથ મૂની 96 રને અણનમ રહી હતી, દિલ્હીની મેગ લેનિંગ 92 રને આઉટ થઈ હતી અને બેન્ગલૂરુની પેરી 90 રને અણનમ રહી હતી.

બેન્ગલૂરુ વતી ર્જ્યોજિયા વેરહૅમે સૌથી વધુ બે વિકેટ લીધી હતી.

દરમ્યાન શુક્રવારે દિલ્હીએ મેગ લેનિંગના 92 રનની મદદથી પાંચ વિકેટે 177 રન બનાવ્યા ત્યાર બાદ ગુજરાતની ટીમે હર્લીન દેઓલના અણનમ 70 રનની મદદથી 19.3 ઓવરમાં પાંચ વિકેટે 178 રન બનાવીને વિજય મેળવ્યો હતો.

હરમનપ્રીત કૌરને દંડ કરાયો:

મુંબઈ ઇન્ડિયન્સની હરમનપ્રીત કૌરે ગુરુવારે ડબ્લ્યૂપીએલમાં એક અમ્પાયરિંગ નિર્ણય વખતે મગજ પરથી કાબૂ ગુમાવીને યુપીની ખેલાડી સોફી એકલસ્ટન સાથે દલીલબાજી કરીને જે ગેરવર્તન કર્યું એ બદલ હરમનપ્રીતની 10 ટકા મૅચ ફી કાપી લેવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button