ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ICCમાં વિખવાદ? CEO Geoff Allardiceએ રાજીનામું આપવાની જહેરાત કરી

મુંબઈ: આવતા મહીને પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત થવા (Champions Trophy 2025) જઈ રહીએ છે, આ ટુર્નામેન્ટની તૈયારીઓ અંગે ઘણા વિવાદો થયા છે. એવામાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)માં વિખવાદના અહેવાલો છે. ઓસ્ટ્રેલિયાના જ્યોફ એલાર્ડાઇસ(Geoff Allardice)એ ICCના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર(CEO) પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. કાઉન્સિલના એક મેમ્બરના જણાવ્યા મુજબ ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારીમાં કથિત ખામીઓને કારણે તેમને આ નિર્ણય લીધો હોઈ શકે છે. એલાર્ડાઇસ 2012 માં ક્રિકેટ ઓસ્ટ્રેલિયામાં ICC ના ક્રિકેટ જનરલ મેનેજર તરીકે જોડાયા. તેમને નવેમ્બર 2021માં ICCના ચીફ એક્ઝિક્યુટિવ (CEO) નિયુક્ત કરવામાં આવ્યા હતા.
અલાર્ડાઇસે શું કહ્યું?
અલાર્ડાઇસે કરેલા એક નિવેદનમાં કહ્યું, ‘આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે સેવા આપવી એ મારા માટે એક ગૌરવની વાત છે. ક્રિકેટની વૈશ્વિક પહોંચ વધારવા માટેના પ્રયત્નોના અમે જે પરિણામો પ્રાપ્ત કર્યા છે તેના પર મને ખૂબ જ ગર્વ છે.’ ICC ના સત્તાવાર નિવેદનમાં એલાર્ડાઈસના પદ છોડવા અંગે ચોક્કસ કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પરંતુ સૂત્રના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી તેઓ પદ છોડવા વિચારી રહ્યા હતાં.
Also read: આઇસીસીએ ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાંની મોટી ઇવેન્ટ રદ કરી, શું હવે મુખ્ય ટૂર્નામેન્ટ પણ…
આ કારણે આપ્યું હોઈ શકે છે રાજીનામું:
એક અહેવાલ મુજબ કાઉન્સીલના એક સભ્યએ જણાવ્યું, “યુએસમાં યોજાયેલો આઈસીસી ટી20 વર્લ્ડ કપ રમવાની પરિસ્થિતિઓની દ્રષ્ટિએ ખરાબ રીતે નિષ્ફળ રહ્યો અને બજેટ કરતાં વધુ ખર્ચ થયો, તેનું ઓડિટ હજુ પણ ચાલી રહ્યું છ.”
જય શાહે શું કહ્યું?
જોકે, ICC ચેરપર્સન જય શાહે (Jay Shah) ક્રિકેટ માટે તેમના યોગદાન બદલ એલાર્ડાઇસની પ્રશંસા કરી. શાહે કહ્યું, ‘ICC બોર્ડ વતી, હું જ્યોફનો ચીફ એક્ઝિક્યુટિવ તરીકેના કાર્યકાળ દરમિયાન તેમની લીડરશીપ અને પ્રતિબદ્ધતા બદલ હૃદયપૂર્વક આભાર માનું છું. તેમના પ્રયાસોએ વૈશ્વિક સ્તરે ક્રિકેટને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.’