સ્પોર્ટસ

…તો Gautam Gambhirને બનાવાશે ટીમ ઈન્ડિયાનો કોચ?

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આ વખતની સિઝન પૂરા થવાની સાથે 20-ટવેન્ટી વર્લ્ડ કપના પ્રારંભ થશે ત્યારે ટીમ ઈન્ડિયા માટે નવા કોચની પસંદગી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. BCCI (Board of Control for Cricket in India)એ બે વિદેશી કોચ સાથે ભારતના એક પૂર્વ ક્રિકેટરનું નામ આપ્યું છે. ટીમ ઈન્ડિયાના ટવેન્ટી-20 વર્લ્ડ કપ પછી નવા કોચની પસંદગી કરવામાં આવશે.

ટીમ ઈન્ડિયાને નવા કોચ માટેની કવાયત હાથ ધરવામાં આવી છે ત્યારે ન્યૂઝીલેન્ડના દિગ્ગજ ક્રિકેટર સ્ટીફન ફ્લેમિંગને કોચપદ માટે દાવેદાર માનવામાં આવે છે, જ્યારે બીજા નામ માટે ઓસેટ્રેલિયન સ્ટાર બેટર રિકી પોન્ટિંગનું નામ આગળ આવ્યું છે. આ ઉપરાંત, ભારતના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને પણ કોચપદ આપવાનું નામ બહાર આવી રહ્યું છે.

સૌથી મહત્ત્વની વાત ટવેન્ટી-20 વર્લ્ડ કપના સમાપન પછી રાહુલ દ્રવિડનો કાર્યકાળ પૂરો થશે, ત્યાર બાદ પહેલી જુલાઈથી નવા કોચનો કાર્યકાળ ચાલુ થશે. બીસીસીઆઈના ચીફ કોચપદ માટે ગૌતમ ગંભીરનો સંપર્ક કરવામાં આવ્યો છે.
હાલમાં ગૌતમ ગંભીર કોલકાતા નાઈટ રાઈડર્સના કોચ છે. આ સિઝન પૂરી થયા પછી બીસીસીઆઈ ગંભીર સાથે વાટાઘાટ કરી શકે છે. આઈપીએલ 2024ની ફાઈનલ મેચ 26મી મેના રમાશે, જ્યારે બીસીસીઆઈ કોચપદ માટે અરજી પ્રક્રિયાની લાસ્ટ ડેટ 27મી મે છે.

સૌથી ચોંકાવનારી વાત એ છે કે ગૌતમ ગંભીરને ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ સ્તરે કોચ તરીકેનો અનુભવ નહીં હોવા છતાં બીસીસીઆઈએ ગંભીરનો સંપર્ક કર્યો છે. 2022-23માં લખનઊ સુપરજાયન્ટસનો કોચ હતો, જ્યારે 2024 કોલકાતાનો કોચ છે. ગંભીર જ્યાં સુધી કોચ હતા, ત્યાં સુધી બંને ટીમને પ્લેઓફમાં પહોંચી છે. આઈપીએલ 2024માં કોલકાતાને ટોપ પર પહોંચાડી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button