Virat Kohli માટે ટીમ ઈન્ડિયા ચીફ કોચ ગૌતમ ગંભીર આપી દીધું મોટું નિવેદન
મુંબઇઃ ટીમ ઈન્ડિયાના નવનિયુક્ત ચીફ કોચ ગૌતમ ગંભીરે ટીમના સિનિયર ક્રિકેટર વિરાટ કોહલી અંગે તાજેતરમાં નિવેદન આપીને સૌ ચાહકોનું દિલ જીતી લીધું હતું. ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીરે આજે એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સાથેના તેમના સંબંધો તેમની વચ્ચે છે ટીઆરપી માટે નહીં.
હાલમાં અમે ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. અમે 140 કરોડ ભારતીયોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. મેદાનની બહાર અમારા તેમની સાથે સારા સંબંધો છે, પરંતુ આ જનતા માટે નથી. એ વાત પણ મહત્ત્વપૂર્ણ નથી કે રમત દરમિયાન અને પછી મેં કેટલી વાતચીત કરી હતી. એ સંપૂર્ણ રીતે વિશ્વસ્તરીય એથ્લેટ છે.
ગંભીર અને કોહલી સારા મિત્રો નથી અને આ આઇપીએલમાં બંને વચ્ચે અનેકવાર ટકરાવ જોવા મળી હતી. જો કે, હવે આ જોડી 27 જૂલાઈથી શ્રીલંકાના ટી-20 અને વન-ડે પ્રવાસ માટે સાથે કામ કરશે.
આ પન વાચો :ટીમ ઈન્ડિયાને મળ્યા વધુ બે સહાયક કોચ, ચીફ કોચે કરી જાહેરાત
ગંભીરે પત્રકારોને કહ્યું હતું કે “વિરાટ કોહલી સાથે મારો સંબંધ અમારા બંને વચ્ચેનો છે અને તે ટીઆરપી માટે નથી. કોહલીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે અમે ઘણી ચર્ચા કરી છે અને દરેકને પોતાની જર્સી માટે લડવાનો અધિકાર છે.
ગંભીરે કહ્યું કે ટી-20 ઈન્ટરનેશનલમાંથી સિનિયર ખેલાડી રોહિત શર્મા અને કોહલીની વિદાય સાથે જસપ્રીત બુમરાહ જેવા ખેલાડીનું વર્કલોડ મેનેજમેન્ટ વધુ મહત્વનું બની જાય છે. ગયા મહિને ટી-20 વર્લ્ડ કપમાં ભારતને ચેમ્પિયન બનાવ્યા બાદ રોહિત અને કોહલી બંનેએ ટી-20 ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.
ગંભીરે કહ્યું હતું કે જસપ્રીત બુમરાહ જેવા ખેલાડી માટે વર્કલોડ મહત્વપૂર્ણ છે. હવે જ્યારે રોહિત શર્મા અને વિરાટ કોહલી માત્ર બે ફોર્મેટ રમશે, મને આશા છે કે તેઓ મોટાભાગની મેચો માટે ઉપલબ્ધ રહેશે