સ્પોર્ટસ

મામલા ગંભીર હૈ…હેડ-કોચ ગૌતમની વિનંતીનો વિરાટ, રોહિત, બુમરાહે હજી જવાબ નથી આપ્યો?

નવી દિલ્હી: ટી-20 વર્લ્ડ કપમાં ચૅમ્પિયન બન્યા પછી હવે ભારતની નજર આગામી ફેબ્રુઆરીમાં રમાનારી વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી પર છે. જોકે એ આઇસીસી ટૂર્નામેન્ટ પહેલાં ટીમ ઇન્ડિયા ફક્ત છ વન-ડે રમવાની છે એટલે ચૅમ્પિયન્સ ટ્રોફી માટેના તમામ સંભવિત ખેલાડીઓ બે સિરીઝમાં રમાનારી આ છ વન-ડે રમે એ જરૂરી છે. છમાંથી ત્રણ વન-ડે શ્રીલંકામાં અને બાકીની ત્રણ ઘરઆંગણે ઇંગ્લૅન્ડ સામે રમાવાની છે. ટીમના નવા હેડ-કોચ ગૌતમ ગંભીરે વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહને ખાસ વિનંતી કરી છે કે ચૅમ્પિયન્સ ટ્રોફી પહેલાંની આ બે વન-ડે સિરીઝમાં તમે રમજો જ.

આ પણ વાંચો : ટેસ્ટ સ્પેશિયાલિસ્ટો માટે બીસીસીઆઇનો નવો નિયમ: જોકે રોહિત, વિરાટ, બુમરાહ માટે ફરજિયાત નથી

આ મહિનાની શરૂઆતમાં પીટીઆઇના એક અહેવાલમાં જણાવાયું હતું કે આઇપીએલ અને વર્લ્ડ કપ સહિત ત્રણ મહિના ખૂબ વ્યસ્ત અને થકાવટના ગયા હોવાથી વિરાટ, રોહિત અને બુમરાહ કદાચ આગામી વન-ડે સિરીઝો નહીં રમે.
વિરાટ અને રોહિત તેમ જ રવીન્દ્ર જાડેજા ટી-20 ઇન્ટરનૅશનલમાંથી રિટાયર થઈ ગયા છે, પરંતુ (ખાસ કરીને વિરાટ, રોહિતે) વન-ડે ટીમમાં આપોઆપ સિલેક્ટ થઈ શક્તા હોવા છતાં તેમને આગામી વન-ડે શ્રેણીઓ રમવી જ પડશે એવી સંભાવના છે.
હેડ-કોચ તરીકે ગૌતમ ગંભીરની સૌથી પહેલી જવાબદારી શ્રીલંકામાં આ મહિને શરૂ થનારી ટી-20 સિરીઝમાં અને ત્યાર પછીની વન-ડે સિરીઝમાં ભારતીય ટીમને જિતાડવાની છે. એક અખબારી અહેવાલ મુજબ ગૌતમ ગંભીરે વિરાટ, રોહિત, બુમરાહને ખાસ વિનંતી કરી છે કે તેમણે શ્રીલંકામાં બીજી ઑગસ્ટે શરૂ થનારી ત્રણ મૅચની વન-ડે શ્રેણીમાં રમવું જોઈએ. જોકે ત્રણેય ખેલાડીઓ વર્લ્ડ કપ પછી ફૅમિલી સાથે બ્રેક પર હોવાથી હજી તેમણે ગંભીરને વિનંતીનો જવાબ આપ્યો ન હોવાનું જાણવા મળ્યું છે.

ગંભીરના માથે ટીમ ઇન્ડિયાને શ્રીલંકાની વન-ડે સિરીઝમાં જિતાડવાની મોટી જવાબદારી છે અને એ માટે તે જરૂર ઇચ્છતો હશે કે વિરાટ, રોહિત, બુમરાહ જેવા દિગ્ગજો એ સિરીઝમાં રમે જ.

હાર્દિક પંડ્યા પણ અંગત કારણસર શ્રીલંકામાં વન-ડે સિરીઝ નથી રમવાનો એ જોતાં ગંભીર માટે તેમ જ સિલેક્ટર્સ માટે આવનારા દિવસો કટોકટીના છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button