સ્પોર્ટસ

બૅટિંગ-કોચ સિતાંશુ કોટકે પ્રેક્ષકોને કેમ આવું કહ્યું? ` એક આદમી ઇન્ડિયા કે લિયે ઇતના બોલતા હૈ ઔર આપ હાય…હાય બોલ રહે હો’

ગુવાહાટીઃ બુધવારે અહીં ફરી એક વાર ઘરઆંગણાની ટેસ્ટ-સિરીઝમાં ભારતીય ટીમનો રકાસ થયો અને એમાં પણ ખાસ કરીને સાઉથ આફ્રિકા સામે 0-2થી ગુમાવેલી અહીંની અંતિમ ટેસ્ટ (Test)માં ટીમ ઇન્ડિયાએ 408 રનના વિક્રમજનક માર્જિનથી હાર જોવી પડી એને પગલે હતાશ પ્રેક્ષકો (Spectators)ના એક વર્ગે હેડ-કોચ ગૌતમ ગંભીર (Gambhir)નો હુરિયો બોલાવવાની શરૂઆત કરી દીધી હતી જેનો બૅટિંગ-કોચ સિતાંશુ કોટકે (Kotak)એ પ્રેક્ષકો પાસે જઈને તેમને જવાબ આપી દીધો હતો.

કોટક સહાયક-કોચ પણ છે. તેણે અને પેસ બોલર મોહમ્મદ સિરાજે ગૌતમ ગંભીરનો હુરિયો બોલાવી રહેલા પ્રેક્ષકોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસે પણ દરમ્યાનગીરી કરવી પડી હતી જેને પગલે પ્રેક્ષકોની બૂમાબૂમ બંધ થઈ હતી.

આપણ વાચો: ભારત ઘરઆંગણે 12 વર્ષથી ટેસ્ટ-સિરીઝ નથી હાર્યું

ધમાલિયા પ્રેક્ષકો ગંભીર હાય...હાય' અને ગંભીર, ગો બૅક…’ની બૂમો પાડી રહ્યા હતા ત્યારે સિતાંશુ કોટક તેમની નજીક ગયો હતો અને ગંભીરનો બચાવ કરતા તેમને કહ્યું, ` એક આદમી ઇન્ડિયા કે લિયે ઇતના બોલતા હૈ ઔર આપ હાય…હાય બોલ રહે હો.’

હેડ-કોચ ગૌતમ ગંભીરના કોચિંગમાં ભારત 18માંથી 10 ટેસ્ટ હાર્યું છે જેમાં બે વાઇટવૉશનો સમાવેશ છે. જોકે ગંભીરના કોચિંગમાં વાઇટ-બૉલ ક્રિકેટમાં (વન-ડે અને ટી-20માં) ભારતીય ટીમ સારું પર્ફોર્મ કરી રહી છે.

હવે ગૌતમ ગંભીર વન-ડે ટીમ સાથે રાંચી પહોંચી ગયો છે જ્યાં રવિવાર, 30મી નવેમ્બરે સાઉથ આફ્રિકા સામે સિરીઝની પ્રથમ વન-ડે રમાશે. ત્યાર બાદ સાઉથ આફ્રિકા સામે ત્રણ ટી-20 પણ રમાવાની છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button