ગાંગુલી કહે છે, ` રોહિત સાથે વાત કર્યા પછી જ ગિલને વન-ડેનો કૅપ્ટન બનાવાયો હશે' | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

ગાંગુલી કહે છે, ` રોહિત સાથે વાત કર્યા પછી જ ગિલને વન-ડેનો કૅપ્ટન બનાવાયો હશે’

કોલકાતાઃ ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન અને બીસીસીઆઇના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly)એ ભારતની વન-ડે ટીમની કૅપ્ટન્સી શુભમન ગિલને સોંપવાના નિર્ણયને ગુરુવારે ટેકો જાહેર કર્યો હતો અને કહ્યું હતું કે ` મને લાગે છે કે રોહિત શર્મા પાસેથી વન-ડે ટીમની કૅપ્ટન્સી પાછી લઈ લેવાનું પગલું રોહિત સાથેની ચર્ચા પછી જ લેવાયું હશે.’

રોહિત (Rohit)ના સુકાનમાં ભારતે ઘણી મૅચો જીતી હતી, પરંતુ 2024નો ટી-20 વર્લ્ડ કપ અને 2025ની વન-ડે ચૅમ્પિયન્સ ટ્રોફી કૅપ્ટન તરીકે તેની સૌથી મોટી બે સફળતા હતી.

આપણ વાંચો: વ ગાંગુલી બની ગયો હેડ-કોચઃ અચાનક આ મોટી જવાબદારી સ્વીકારી લીધી!

શુભમન ગિલ (Gill)ને ટેસ્ટમાં પહેલી વાર સુકાન સોંપાયું ત્યાર બાદ ભારતની પ્રથમ ટેસ્ટ શ્રેણી તાજેતરમાં ઇંગ્લૅન્ડમાં રમાઈ હતી અને એ શ્રેણી ભારતે પાંચ ટેસ્ટની શ્રેણી 2-2થી ડ્રૉ કરાવી હતી.

ગાંગુલીએ એક જાણીતી બ્રેન્ડ માટે પોતાને ઍમ્બેસેડર નિયુક્ત કરાયો એ પ્રસંગે આયોજિત સમારંભને સંબોધતા કહ્યું હતું કે ` મને લાગે છે કે બહારથી રોહિત સાથે ચર્ચા કર્યા પછી જ ગિલને વન-ડેની પણ કૅપ્ટન્સી આપવાનો નિર્ણય લેવાયો હશે.

આપણ વાંચો: સૌરવ ગાંગુલી બીસીસીઆઇના ભૂતપૂર્વ સેક્રેટરી જય શાહના અભિગમ પર આફરીન…

અંદર શું બન્યું હશે એની તો મને ખબર નથી, પરંતુ બહારથી આ મુદ્દે નિર્ણય લેતાં પહેલાં જરૂર રોહિત સાથે વાતચીત કરવામાં આવી હશે. મને લાગી રહ્યું છે કે આ નિર્ણય ખોટો નથી. રોહિત વન-ડે મૅચો રમતો રહેશે અને સાથે-સાથે યુવાન કૅપ્ટન (ગિલ)ને માર્ગદર્શન આપતા રહીને તૈયાર પણ કરતો રહેશે. એ જોતાં, મને તો આ નિર્ણયમાં કંઈ જ ખોટું નથી દેખાતું.’

ભારત આગામી 19મી ઑક્ટોબરથી ઑસ્ટ્રેલિયામાં ત્રણ વન-ડે રમશે. રોહિત-વિરાટ એ શ્રેણી પછી પાછા આવી જશે, પરંતુ ત્યાર બાદ ભારતની ટી-20 ટીમ કાંગારૂઓ સામે પાંચ ટી-20 મૅચ રમશે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button