સ્પોર્ટસ

નવા હેડ-કોચ ગંભીરે સૂચવેલા કયા પાંચ નામ બીસીસીઆઇએ ઠુકરાવી દીધા?

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટે તાજેતરમાં જ ટી-20 ક્રિકેટમાં સર્વોચ્ચ શિખર હાંસલ કર્યું, પરંતુ ત્યાર બાદ અત્યારે જે મૂંઝવણો ચાલી રહી છે એવો અનુભવ અગાઉ કદાચ ક્યારેય નહીં થયો હોય. થૅન્ક્સ-ટૂ આઇપીએલ, ભારતીય ક્રિકેટમાં અત્યારે ટૅલન્ટેડ ખેલાડીઓનો રાફડો ફાટ્યો છે. એ સાથે, ભારતીય ટીમનું સુકાન સારી રીતે સંભાળી શકે એવા કાબેલ કૅપ્ટનોનું લિસ્ટ પણ લાંબુ છે. જોકે રાહુલ દ્રવિડ અને તેની આખી કોચિંગ-ટીમ હવે ભારતીય ટીમની પડખે નથી અને ગૌતમ ગંભીરના રૂપમાં નવો હેડ-કોચ ભારતીય ટીમને મળ્યો છે એટલે સ્વાભાવિક રીતે તેની કોચિંગ-ટીમ પણ નવી જ રહેવાની.

જોકે એક અહેવાલ મુજબ બીસીસીઆઇગૌતમ ગંભીરની એક કે બે નહીં, પણ પાંચ-પાંચ વિનંતી નકારી કાઢી છે.
ગંભીરે પહેલાં તો ક્રિકેટ બોર્ડને વિનંતી કરી હતી કે તેના કોચિંગના કાફલામાં ફીલ્ડિંગ-કોચ તરીકે રાયન ટેન ડેશ્ચેટને સમાવવામાં આવે. એ વિનંતી નકારાતાં ગંભીરે વિશ્ર્વના સર્વશ્રેષ્ઠ ફીલ્ડર તરીકે ઓળખાતા જૉન્ટી રહોડ્સનું નામ સૂચવ્યું હતું, પરંતુ ક્રિકેટ બોર્ડે એ નામ પણ નહોતું સ્વીકાર્યું.

ફાસ્ટ બોલિંગ-કોચ તરીકે પણ ગંભીરના કેટલાક સૂચનો હતા જે બોર્ડને માન્ય નહોતા. ગંભીરે વિનય કુમારનું નામ સૂચવ્યું તો બોર્ડે નકારી કાઢ્યું. ત્યાર પછી ગંભીરે લક્ષ્મીપતિ બાલાજીનું નામ મોકલ્યું તો એનો પણ સ્વીકાર ન થયો.

સાઉથ આફ્રિકાના કેટલાક ભૂતપૂર્વ ખેલાડીઓ કોચિંગ-કાફલાને મજબૂત બનાવી શકે એવું લાગતા ગંભીરે ભૂતપૂર્વ ફાસ્ટ બોલર મૉર્ની મૉર્કલનું નામ બીસીસીઆઇને જણાવ્યું તો એ પણ નથી સ્વીકારવામાં આવ્યું. ગંભીરે મૉર્કલનું નામ મોકલવાની સાથે બોર્ડને કહ્યું હતું કે મૉર્કલ ગયા વર્ષે વન-ડેના વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો બોલિંગ-કોચ હતો અને હાલમાં લખનઊ સુપર જાયન્ટ્સ સાથે કરારબદ્ધ છે.

આ પણ વાંચો: ‘તમારી આંખો ભરાઈ આવે છે ત્યારે હું પણ આંસુને રોકી નથી શક્તો’ આવું ગૌતમ ગંભીરે કોને માટે કહ્યું?

હવે ગંભીર નવું કોઈ નામ સૂચવશે કે બોર્ડ પોતાની રીતે શ્રેષ્ઠ ફાસ્ટ બોલિંગ-નિષ્ણાત પસંદ કરીને ગંભીરની કોચિંગ-ટીમમાં સામેલ કરશે એ જોવું રહ્યું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button