સ્પોર્ટસ

દ્રવિડનો વાર્ષિક પગાર 12 કરોડ રૂપિયા હતો, ગંભીરની સૅલરી હજી નક્કી નથી કરાઈ

મુંબઈ: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ અઠવાડિયે ગૌતમ ગંભીરની ટીમ ઇન્ડિયાના નવા હેડ-કોચ તરીકે નિયુક્તિ કરાઈ હોવાની જાહેરાત કરાઈ હતી, પરંતુ એવું મનાય છે કે પગાર નક્કી કરવાના મુદ્દે જ ગંભીરના નામની જાહેરાત મોડી થઈ હતી અને હજી પણ સૅલરી હજી નક્કી નથી કરાઈ.

આ પણ વાંચો: ગૌતમ ગંભીર હેડ-કોચ બનતાં જ બે ગુજરાતી સહિત ત્રણ ખેલાડીની ટીમમાંથી બાદબાકી નકારી ન શકાય

કહેવાય છે કે ટી-20 વર્લ્ડ કપની સમાપ્તિ સાથે રાહુલ દ્રવિડની હેડ-કોચ તરીકેની મુદત પૂરી થઈ હતી અને તેણે એ હોદ્દે જળવાઈ રહેવાની ના પાડતાં ગંભીરને જવાબદારી સોંપાઈ છે. ગંભીરની હેડ-કોચની મુદત ત્રણ વર્ષની છે. એવું પણ મનાય છે કે ગંભીરે હજી કૉન્ટ્રૅક્ટ પર સહી નથી કરી. ભૂતકાળમાં અનિલ કુંબલેએ લગભગ માત્ર એક વર્ષની અંદર હેડ-કોચનો હોદ્દા છોડી દીધો હતો.

આ પણ વાંચો: તો આ કારણો ગૌતમ ગંભીરને ટીમ ઇન્ડિયા માટે પરફેક્ટ કોચ બનાવે છે

કહેવાય છે કે દ્રવિડને હેડ-કોચ તરીકે બીસીસીઆઇ તરફથી વર્ષે 12 કરોડ રૂપિયાનો પગાર મળતો હતો. ગંભીરને તેનાથી વધુ પગાર અપાશે એવી સંભાવના છે.

આ પણ વાંચો: ગૌતમ ગંભીર રાહુલ દ્રવિડની અને દ્રવિડ ગંભીરની જગ્યા લેશે? KKRએ દ્રવિડનો સંપર્ક કર્યો

કોલકાતા નાઇટ રાઇડર્સના મેન્ટરના હોદ્દે ચાલુ રહેવાની શાહરુખ ખાન અને તેના ફ્રૅન્ચાઇઝીએ વિનંતી કરી હતી. જોકે ગંભીરે નૅશનલ ટીમને કોચિંગ આપવાના હેતુથી ટીમ ઇન્ડિયાના હેડ-કોચ બનવાનું પસંદ કર્યું છે. જોકે હજી તેનો પગાર નક્કી નથી થયો.

શ્રીલંકામાં ભારતની આગામી 26મી જુલાઈએ શરૂ થનારી ટી-20 સિરીઝ ગંભીરનો હેડ-કોચ તરીકેનો પ્રથમ દિવસ હશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button