સ્પોર્ટસ
વિમ્બલ્ડનમાં શુક્રવારે મેન્સ સેમિ ફાઇનલ મુકાબલા

લંડન: ટેનિસની સૌથી મોટી સ્પર્ધા વિમ્બલ્ડનમાં મેન્સ કૅટેગરીમાં શુક્રવાર, 12મી જુલાઈએ સેમિ ફાઇનલ મુકાબલા થશે.
પહેલી સેમિ ફાઇનલ ડૅનિલ મેડવેડેવ તથા ડિફેન્ડિંગ ચૅમ્પિયન કાર્લોસ અલ્કારાઝ વચ્ચે રમાશે.
બીજો સેમિ ફાઇનલ મુકાબલો વિશ્ર્વમાં સૌથી વધુ 24 ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતી ચૂકેલા નંબર-ટૂ નોવાક જૉકોવિચ અને લૉરેન્ઝો મુસેટી વચ્ચે થશે. લૉરેન્ઝો પહેલી જ વાર ગ્રૅન્ડ સ્લૅમ ફાઇનલમાં પહોંચ્યો છે.
ક્વૉર્ટર ફાઇનલમાં લૉરેન્ઝોએ ટેલર ફ્રિટ્ઝને 3-6, 7-5, 6-2, 3-6, 6-1થી વિજય મેળવ્યો હતો.
જૉકોવિચની આ 13મી વિમ્બલ્ડન સેમિ ફાઇનલ છે. એ સાથે તેણે રોજર ફેડરરની બરાબરી કરી છે.
મહિલા વર્ગમાં જાસ્મિન પાઓલિની સેમિ ફાઇનલમાં ડૉના વેકિચને 2-6, 6-4, 10-8થી હરાવીને ફાઇનલમાં પહોંચી હતી. વિમ્બલ્ડનમાં મહિલાઓની આ બે કલાક અને 51 મિનિટની સૌથી લાંબી સેમિ ફાઇનલ હતી.